VTV News

1.2M Followers

ખાસ વાંચો / BIG NEWS: GPSCની પરીક્ષાની તારીખો ફરી પાછી ઠેલાઈ, જાણો ક્યાં સુધી અને કારણ

23 Nov 2021.1:56 PM

  • GPSCની પરીક્ષા સ્થગિત
  • ગ્રામપંચાયતની ચૂંટણીની પડી અસર
  • 19 ડિસેમ્બરના રોજ યોજાવાની હતી પરીક્ષા
  • 26 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા પણ સ્થગિત

રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે.

19 ડીસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી થવાની છે ત્યારે GPSCની પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે.

22 જાન્યુઆરી 2022ના સુધી પરીક્ષાઓ મુલતવી

GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું છે કે, આગામી 19થી 26 ડિસેમ્બર દરમિયાન યોજાનારી GPSCની પરીક્ષાઓ ગ્રામપંચાયતની ચૂંટણીને લીધે થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે, આ પરિક્ષાઓ આગામી 22 જાન્યુઆરી 2022ના સુધી મુલતવી રહેશે.

ગઈકાલે પણ ટ્વીટ કરીને દિનેશ દાસાએ આપ્યા હતા સંકેત

..અને સૌને જણાવવાનું કે ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે તેના સમાચાર અમોને પણ મળ્યા છે. યોગ્ય તે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોતાના વાંચનકાર્યનો કીમતી અને પવિત્ર સમય GPSCને ટ્વીટ દ્વારા જાણ કરવામાં ન વેડફાય તો સારૂ. ૧૨ ડીસેમ્બરનું મુહૂર્ત સાચવવામાં..

કેટલી બેઠક માટે યોજાવાની છે પરીક્ષા

GPSC દ્વારા હાલ નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે ગ્રામપંચાયતની ચૂંટણી તારીખો જાહેર કરી

રાજ્યમાં કુલ 10882 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ આજથી આચારસહિતા પણ લાગુ થઇ ગઈ છે. જો ચૂંટણી કાર્યક્રમના તારીખો વિશે વિગતવાર માહિતી મેળવીએ તો ચૂંટણી જાહેરાત તારીખ 22 નવેમ્બર એટલે કે આજ સાંજ 4 વાગ્યાની છે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 29 નવેમ્બર છે એટલે કે ઉમેદવારો આ તારીખથી પોતાની દાવેદારી પત્રક ભરી શકશે. 4થી ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જે બાદ 6 ડિસેમ્બર ફોર્મ ચેકિંગ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન તમામ ગ્રામપંચાયતમાં યોજાશે અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જે બાદ 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. 24 તારીખે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. મતદાન વખતે ચૂંટણી ઓળખકાર્ડ રજૂ કરવું પડશે. કોરોના નિયમનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે. સમરસ ગ્રામપંચયાત પર કોઈ ચૂંટણી થશે નહીં તેવી જાહેરાત પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે.

ગ્રામપંચાયત ચૂંટણીની તવારીખ

22 નવેમ્બર : ચૂંટણી જાહેરાત
29 નવેમ્બર : નોટીસ અને જાહેરાનામાં પ્રસિદ્ધ કરવાની તારીખ
4 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
6 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવાની તારીખ
7 ડિસેમ્બર : ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ
19 ડિસેમ્બર : મતદાનની તારીખ ( સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી)
20 ડિસેમ્બર : જરૂર જણાય તો પુનઃ મતદાનની તારીખ
21 ડિસેમ્બર : મતગણતરીની તારીખ
24 ડિસેમ્બર : ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags