GSTV

1.4M Followers

Big Breaking / અતિવૃષ્ટીને લઈ ગુજરાત સરકારે રાહત પેકેજની કરી જાહેરાત, હેક્ટર દીઠ ખેડૂતોને મળશે 6,800 રૂપિયા

30 Nov 2021.5:06 PM

Last Updated on November 30, 2021 by Zainul Ansari

અતિવૃષ્ટીથી થયેલ પાક નુકસાનીને લઇને રાજ્ય સરકારે બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં 9 જિલ્લાના ખેડૂતો માટે રૂપિયા 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરાઇ છે. આ રાહત ખેડૂતોને એસડીઆરએફ અંતર્ગત ચૂકવાશે. જેમાં ખેડૂતોને 2 હેકટરની મર્યાદામાં હેકટર દિઠ રૂપિયા 6800ની સહાયની જાહેરાત કરાઇ છે.

જે માટે 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરથી પોર્ટલના આધારે અરજી સ્વીકારાશે. અરજી માટે ખેડૂતોએ કોઇપણ પ્રકારની ફી ચૂકવવાની નથી.

આ સહાયનો લાભ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતોને મળશે.

અતિવૃષ્ટી સહાય ૨.૦

  • ૯ જિલ્લાના ખેડૂતો માટે ૫૩૧ કરોડના રાહત પેકેજની જાહેરાત
  • એસડીઆરએફ અંતર્ગત ચૂકવાશે સહાય
  • ૨ હેકટરની મર્યાદામાં હેકટર દીઠ ૬૮૦૦ની સહાય
  • ૬ ડિસેમ્બરથી પોર્ટલના આધારે આેનલાઇન અરજી સ્વીકારાશે
  • અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાને લાભ મળશે

ચોમાસાના આખરી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં જેના કારણે ખેડૂતોને પાકને નુકશાન થયું હતું. આ અંગે મુખ્યમંત્રી એ સર્વે કરાવ્યો હતો તે પૂર્ણ થયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત કરી છે. 9 જિલ્લાના 1530 ગામડાના 5 લાખ જેટલા ખેડૂતો માટે 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે 1530 ગામોના 5 લાખ જેટલા ખેડૂતોને 7.65 લાખ હેકટરમાં નુકસાનીનું વળતર આપવાનું નક્કી કર્યું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags