GSTV

1.3M Followers

BIG NEWS: ધોરણ 1થી 5ના શિક્ષણ વર્ગો આવતા મહિનાથી શરૂ થાય તેવી શક્યતાઓ, ટાઈમ-ટેબલમાં થશે ઘટાડો

09 Nov 2021.5:58 PM

Last Updated on November 9, 2021 by pratik shah

રાજ્ય સરકાર ધોરણ-1થી 5ના શાળાના વર્ગો શરૂ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોરોના વાયરસના કહેર ત્યાર પછી લોકડાઉન પછી બીજી લહેર બાદ સરકારે સ્કૂલસ કોલેજના વર્ગો શરૂ કરી દીધા છે. સાથે સાથે ખાસ પ્રકારની ગાઈડલાન પણ જાહેર કરવામાં આવી છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

ત્યારે આ વચ્ચે 1 થી 5ના વર્ગો શરૂ થાય તેવી ચર્ચાો પણ થઈ રહી છે.

બીજી તરફ આ પહેલા રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવા અંગે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પણ નિવેદન આપ્યું હતું કે છેલ્લાં 2 વર્ષથી બાળકો સ્કૂલમાં નથી ગયા. જેથી રાજ્યમાં ફરીથી સ્કૂલો શરૂ કરવા અંગે અમે કમિટીની રચના કરવાના છીએ. બાળકો ઝડપથી ફરીથી સ્કૂલમાં આવે તે દિશામાં અમે હવે આગળ વધી રહ્યાં છીએ. અધિકારીઓ, શિક્ષણ જગતના તજજ્ઞો તેમજ વાલીઓ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ જ બાળકોની શાળાઓ શરૂ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે તેમ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું..

ઉલ્લેખનીય છે કે સરકાર એ પણ વિચારણા કરી રહી છે કે ધો 1 થી 5 ના વર્ગોનો સાપ્તાહિક સમય પણ ઘટાડશે.મળતી માહિતી પ્રમાણે સપ્તાહનું શૈક્ષણિક સત્ર 6ની જગ્યાએ 4 દિવસ થશે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

  • ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા સરકારની કવાયત્
  • 1 ડિસેમ્બરથી વર્ગો શરૂ થાય તેવી શકયતા
  • ધો 1 થી 5 ના વર્ગોનો સાપ્તાહિક સમય ઘટાડાશે
  • સપ્તાહનું શૈક્ષણિક સત્ર 6ની જગ્યાએ 4 દિવસ કરાશે
  • વર્ગ 1 થી 5 ના શૈક્ષણિક સત્રના દિવસમાં થશે વધારો

દિવાળી વેકેશન ખૂલતાંની સાથે જ શાળા શરૂ કરવામાં આવે : શાળા સંચાલક મંડળ

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ધોરણ 6 થી 12 અને કોલેજ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત સ્વનિર્ભર શાળાસંચાલક મંડળના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડે જણાવ્યું હતું કે, ધોરણ 6 થી 12 અને કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયા બાદ ધોરણ 1 થી 5ના વર્ગોનું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવે એવી અમારી મુખ્ય માંગ છે. એકમ કસોટી પૂર્ણ થયા બાદ આગામી શનિવારથી દિવાળી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે દિવાળીના ખુલતા જ વેકેશન એટલે કે 21 નવેમ્બર થી ધોરણ 1થી 5 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા મંજૂરી આપે તેવી અમારી માંગ છે. ધોરણ 6 થી 12 અને કોલેજ માટે ઓફલાઇન શિક્ષણ ચાલુ છે. બે માસ જેટલો સમય થયો. શાળામાં 90% જેટલી હાજરી વિદ્યાર્થીઓની જોવા મળે છે છતા ગુજરાતમાં કોઇ પણ શાળા કે કોલેજમાં કોઇ અણબનાવ નથી બન્યો માટે હવે ધોરણ 1 થી 5ના વર્ગો પણ ઓફલાઇન શરૂ કરવામાં આવે તે જરૂરી છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags