VTV News

1.2M Followers

ખાસ વાંચજો / તમારૂ બાળક બ્રશ કરતી વખતે ટૂથપેસ્ટ ગળી જાય છે? ચેતી જજો, થઈ શકે છે આ ઘાતક બીમારીઓ

11 Nov 2021.6:52 PM

  • ટૂથપેસ્ટ બની શકે છે ઘાતક
  • તમારૂ બાળક તેને ગળી ન જાય તેનું રાખો ધ્યાન
  • જાણો તેના કારણે થતી બીમારીઓ વિશે

ટૂથપેસ્ટ(Toothpaste) દાંતની સફાઈ માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ તે તમારા બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ટૂથપેસ્ટ પેટમાં જઈને સ્કેલેટલ ફ્લોરોસિસ (Skeletal fluorosis) જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

આ બીમારીઓ થયા બાદ શરીરના હાડકા કમજોર થઈ જાય છે અને દાંત પણ ખરાબ થઈ શકે છે.

એઈમ્સના રૂમેટોલોજી વિભાગના ડોક્ટર રંજન ગુપ્તાના જણાવ્યા અનુસાર ટૂથપેસ્ટનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે બાળક તેને ગળી ન જાય. જો આમ થઈ રહ્યું છે તો તેને રોકવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ટૂથપેસ્ટની અંદર પ્લોરાઈડ હોય છે. જેને ખાવાથી બાળકને ફ્લોરિસિસની બીમારી થઈ શકે છે.

આમ તો આ બીમારી વધારે ફ્લોરાઈડ વાળુ પાણી પીવાના કારણે થાય છે. પરંતુ ઘમા કેસોમાં ટૂથપેસ્ટ પણ તેનું કારણ બની શકે છે. શોધમાં પણ આ વાત સામે આવી છે કે છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના શરીરમાં સીધું ફ્લોરાઈડ જવું ખૂબ જ ખતરનાક થઈ શકે છે. આ તેમના શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓને જન્મ આપી શકે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર દાંતની સફાઈ માટે મટરના દાણા જેટલી જ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો તેનાથી વધારે નહીં. ટૂથપેસ્ટનો મુખ્ય ઉદ્દેશ દાતોને ફ્લોરાઈડ અને અમુક મામલામાં સફેદ કરવાનું છે.

શું છે ફ્લોરોસિસ બીમારી
ડોક્ટર રંજન અનુસાર, ફ્લોરિસસ બે પ્રકારના હોય છે. તેમાં પહેલું દાંત સંબંધી ફ્લોરોસિસ હોય છે જે મુખ્ય રૂપથી બાળકોને પ્રભાવિત કરે છે. જેથી છ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના દાંત પીળા થવા લાગે છે. બજુ છે સ્કેલેટલ ફ્લોરિસિસ. જે શરીરમાં સાંધાને પ્રભાવિત કરે છે. તેમાં ડોક, પીઠ, ખભા અને ઘુટણાને કમજોર કરી શકે છે અને તેમાં હંમેશા માટે દુઃખાવો થઈ શકે છે.

ફ્લોરોસિકના લક્ષણો

  • દાંત વધારે પડતા પીળા પડી જવા
  • હાથ અને પગનું આગળ અથવા પાછળની તરફ વળી જવું
  • પગનું બહાર કે અંદરની તરફ ધનુષાકારમાં વળવું
  • ઘુટણના આસપાસ સોજા
  • વળવા કે બેસવામાં મુશ્કેલી
  • ખભા, હાથ અને પગના સાંધામાં દુઃખાવો

શું સાવધાની રાખશો?

  • નાના બાળકો માટે ઓછુ ફ્લોરાઈડ હોય તેવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરો
  • મોઢુ સાફ કરતી વખતે બાળકોની સાથે જ રહો અને તેમને પેસ્ટ બહાર થુકવા માટે કહો. અને ગળી જવાથી રોકો.
  • ટૂથપેસ્ટ બાળકોની પહોંચથી દૂર રાખો
  • જો બાળકે જરૂરથી વધારે માત્રામાં પેસ્ટ ગળી લીધી છે તો તેને તરત ડોક્ટર પાસે લઈ જાઓ.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags