GSTV

1.3M Followers

LRD પરીક્ષા માટેના નિયમો/ લેખિત પરીક્ષામાં નેગેટિવ માર્કિગ થશે, વ્હાઈટનર પેનનો ઉપયોગ કરી શકશો નહીં, ખોટો જવાબ લખશો તો થશે નુકસાન

12 Nov 2021.11:17 AM

Last Updated on November 12, 2021 by Pravin Makwana

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળમાં હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10459 જગ્યાની ભરતી માટે અંદાજે 9.46 લાખ અરજીઓ આવી છે. આ ભરતીની લેખિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાય તેવી શક્યતાઓ છે. જો કે, UPSC અને GPSCની પરીક્ષાની જેમાં LRD ની લેખિત પરીક્ષામાં પણ નેગેટિવ માર્કિંગનો નિયમ રાખવામાં આવ્યો છે.

જેમાં દરેક નેગેટિવ માર્કિંગ માટે 0.25 માર્ક કાપવામાં આવશે.

લેખિત પરીક્ષામાં દરેક પ્રશ્નના એક ગુણ લેખે કુલ 100 ગુણ હશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. આ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર જ્ઞાન, મનોવિજ્ઞાન, ઈતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, માનસિક ક્ષમતા, વિજ્ઞાન તેમજ ભારતના બંધારણના પાયાના સિદ્ધાંતો, ભારતીય ફોજદારી અધિનિયમ 1860, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1976 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872ને લગતા પ્રાથમિક કક્ષાના પ્રશ્નો આવરી લેવામાં આવશે.

આ લેખિત પરીક્ષામાં MCQ અને OMR પદ્ધિતિમાં લેવામાં આવશે. તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નમાં એક 'Not Attempted' નો વિકલ્પ પણ આપવામાં આવશે. જો કોઈ ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ ન આપવા માગતો હોય તો, આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ વિકલ્પ પસંદ કરવામાં કોઈ નેગેટિવ માર્કિંગ થશે નહીં. જો કે, દરેક સાચા જવાબ માટે ગુણ મળશે, તેમજ ખોટા જવાબ માટે 0.25 ગુણ નેગેટિવ રહેશે.

વ્હાઈટનર પેનનો ઉપયોગ કરી શકાશે નહીં

આ પરીક્ષામાં ઉમેદવારે કોઈ પણ વિકલ્પ પસંદ કર્યો હશે નહીં તો, 0.25 ગુણ નેગેટિવ ગણવામાં આવશે. એક કરતા વધુ વિકલ્પ પસંદ કર્યા હશે તો પણ 0.25 ગુણ નેગેટિવ ગણાશે. OMR શીટમાં વ્હાઈટનરનો ઉપયોગ કરી શકાશે નહીં. જો કોઈ તેનો ઉપયોગ કરશે તો જવાબ ખોટો ગણી નેગેટિવ માર્ક્સમાં કાઉન્ટ થશે. લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રાખવામાં આવ્યુ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags