VTV News

1.2M Followers

પાલનપુર / CM ભૂપેન્દ્ર પટેલની મોટી અપીલ, કહ્યું 'જેને જરૂર નથી તેઓ સરકારી યોજનાનો લાભ ન લે, કારણ કે...'

12 Nov 2021.2:35 PM

  • પાલનપુરમાં CM ભૂપેન્દ્ર પટેલની લોકોને અપીલ
  • જેને જરૂર નથી તેઓ સરકારી યોજનાનો લાભ ન લે
  • યોજનાના બચેલા નાણાં શિક્ષણ પાછળ વાપરી શકાય

આજે ગુજરાત નિરામય યોજનાના લોકાર્પણ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા પહોંચ્યા હતા. બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી હતી.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

લોકોને સરકારી યોજનાનો લાભ લેવા માટે અપીલ કરી હતી. સાથે તેમણે લોકોને જરૂરિયાત ન હોય તેવા લોકોને સરકારી યોજના નો લાભ ન લેવા માટે પણ વિનંતી કરી હતી. સરકારી યોજનાના નાણાંની બચત થાય તો તે રૂપિયા નો શિક્ષણ પાછળ ખર્ચ કરી શકાય. CM ભૂપેન્દ્ર પટેલે લોકોના માતૃભાષા સાથે અંગ્રેજી શિખવાની પણ સલાહ આપી છે. અંગ્રેજી શીખવાથી વિશ્વના કોઇપણ ખૂણામાં તકલીન ન પડે. છેવાડાના માનવી સુધી વિકાસ થાય તે માટે કામ કરવાની CMએ તત્પરતા બતાવી હતી.

જેને જરૂર નથી તેઓ સરકારી યોજનાનો લાભ ન લે

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દર શુક્રવારે નિરામય દિવસ તરીકે ઉજવાશે, નિરામય દિવસે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે, એટલું જ નહીં ટેલી મેડિસિનના માધ્યમથી નિષ્ણાંતોની ટીમ સારવાર અને નિદાન પણ કરશે. આ અભિયાન થકી લોકોને બિનચેપી રોગોના સ્ક્રિનિંગથી સારવાર યોજના હેઠળ આવરી લેવામાં આવશે.પાલનપુરથી CM ભૂપેન્દ્ર પટેલે અભિયાનનો પ્રારંભ કરતાવતા પોતાના આગવી શૈલીમાં મજાક કરતા કહ્યું કે બધા હળવા થઇ બેસો, આપણે રોગ ટાળવા આવ્યા છીએ, વધુમાં કોરોના મહામારીમાં અન્ય બીમારીવાળા લોકોને વધુ અસર થઇ તેમાં આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધ્યો, પરતું સૌથી વધુ ભારતમાં કોરોના વેક્સિન અપાઈ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

CMના હસ્તે 'નિરામય ગુજરાત' અભિયાનની શરૂઆત

નિરામય ગુજરાત યોજના હેઠળ `સ્વસ્થ નાગરિક, ઉન્નત ગુજરાત'નો અભિગમ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પડાશે જેમાં ગ્રામ્ય-શહેરી કક્ષાએ બિનચેપી રોગોનું નિદાન તેમજ સારવાર મળી રહેશે, આ યોજના હેઠળ 7 ગંભીર રોગો માટે સ્ક્રિનિંગથી લઇ સારવાર સુધી સેવા અપાશે. જેમાં હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સરની સારવાર પણ મળશે અને કિડનીની બિમારી અને એનેમિયાની સારવાર પણ અપાશે.

લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નિરામય ગુજરાત યોજનાની શરૂઆત કરી છે આ અભિયાન થકી રાજ્યના ત્રણ કરોડ લોકોને મળશે રાજ્ય સરકાર હાલ લોકોમાં વધી રહેલા બિન ચેપી રોગના નિદાન અને સારવાર મળી રહે તે માટે આ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન અંતગર્ત રાજ્યમાં 30 વર્ષથી વધુ વયના લોકોમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓની નિયમિત તપાસ થાય તે માટે રાજ્ય સરકારે નિરામય ગુજરાત યોજના જાહેર કરી છે જેમાં 3 કરોડથી વધુ લોકોની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે.

`સ્વસ્થ નાગરિક, ઉન્નત ગુજરાત'નો અભિગમ

આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં બીપી, હાર્ટએટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે આવા રોગો સામે કાળજી લેવા 30 વર્ષથી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે મમતા દિવસે તમામ પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલોમાં સ્ક્રીનિંગ કરાશે. એટલું જ નહીં તેમને તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું નિરામય કાર્ડ પણ અપાશે. આવા રોગોના સ્ક્રીનિંગથી લઈ સારવાર સુધીની સુવિધા અપાશે, જેથી નાગરિકોનો અંદાજે 12થી 15 હજારનો ખર્ચ બચશે. આમાં દર્દીઓને હેલ્થ આઈડીની નોંધણી કરાશે. જેના કારણે સારવાર સમય કોઈપણ તબીબને માહિતી મળી શકશે. કાર્ડ ઈસ્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિઓસ્ક મૂકાશે. વર્ષમાં બે વાર દરેક ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ 'નિરામય' કેમ્પનું આયોજન કરાશે આ અભિયાન અંતર્ગત 3 કરોડ લોકોને સેવા અપાશે.

દર શુક્રવાર `નિરામય દિવસ' તરીકે ઉજવાશે

દર્દીની તપાસ બાદ જો જરૂર જણાશે તો વધુ તપાસ માટે તજજ્ઞ તબીબ પાસે રિફર કરી શકાશે. દરેક દર્દીની સારવાર બાદ દર છ મહિને એક વાર તેનો ફોલોઅપ લેવાશે. રાજ્યની 600 થી વધુ ખાનગી અને 1600 થી વધુ સરકારી હોસ્પિટલોમાં દર્દીના વિનામૂલ્યે સારવાર શક્ય બનશે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના 3૦ વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ એટલે કે 40 ટકા નાગરિકોને સાંકળી લેતી નિરામય ગુજરાત યોજના નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં જાહેર કરવામાં આવી હતી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags