ABP અસ્મિતા

414k Followers

રાજ્યમાં નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ, આ યોજનાથી આપને શું થશે લાભ, કઇ સેવા નિશુલ્ક મળશે, જાણો

12 Nov 2021.1:22 PM

નિરામય ગુજરાત અભિયાન:રાજ્યમાં આજથી નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. આ અભિયાન શું છે અને તેનાથી રાજ્યના નાગરિકોનું શું સુવિધા મળશે જાણીએ...


12મી નવેમ્બરથી એટલે કે આજથી મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી નિરામય ગુજરાતનો પ્રારંભ થયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદમાં નિરામય ગુજરાત અભિયાનનો સિંગરવા ખાતે પ્રારંભ કરાવશે.

તો આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાલનપુરની જી.ડી મોદી કોલેજ ખાતેથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે.

નિરામયા ગુજરાત અભિયાન શું છે?

રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી 'નિરામય ગુજરાત યોજના' રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકામાં એક સાથે વિવિધ મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂ કરાવાશે. આ યોજના હેઠળ 30થી વધુ વયના નાગરિકોની દર શુક્રવારે રાજ્યના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સ્ક્રિનિંગ તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે.

આજેની અનિયમિત અહાર અને જીવન શૈલીના કારણે બિન ચેપી રોગ હાઇબ્લડ પ્રેશર, ડાયાબિટિસ જેવા રોગો વધી રહ્યાં છે. આ સ્થિતિને જોતા રાજ્ય સરકારે નિરાયમ ગુજરાત અભિયાન લોન્ચ કર્યું છે. જેના હેઠળ 30 વયથી વધુ ઉંમરની વ્યક્તિના ટેસ્ટ, નિદાન રાજ્યના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં દર શુક્રવારે નિશુલ્ક કરાશે.

મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વડોદરામાં અભિયાનનો પ્રારંભ કરાવ્યો.તો પાલનપુરમાં લોકોના સુખાકારી માટેના નિરામય મહાઅભિયાન અંતર્ગત સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પ યોજાશે..જેમાં લોહીનું દબાણ ,ડાયાબીટીસ,કેન્સર, કિડનીની બીમારી,પાંડુરોગ,કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags