VTV News

1.2M Followers

તૈયારી / દફતર-પાટી તૈયાર કરો ! ધોરણ 1થી 5ની શાળાઓ આવી રીતે ખુલશે, રાજ્ય સરકારના અધિકારીનું મહત્વનું નિવેદન

12 Nov 2021.8:18 PM

  • ધોરણ 1 થી 5ની શાળા શરુ કરવા થશે મહા-મંથન
  • શિક્ષણ સાથે આરોગ્ય વિભાગના પરામર્શ બાદ નિર્ણય
  • વેકેશનમાં ફરવા ગયેલા બાળકોના RT-PCR પણ થશે

ગુજરાતમાં દિવાળી વેકેશન ખૂલવાને હજુ 9 દિવસની વાર છે ત્યારે, શાળાઓ ખુલવા અંગે વાલીઓ -વિદ્યાર્થીઓ સાથે સરકાર પણ થોડી અસમંજસમાં છે.

ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવા મુદ્દે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્યસચિવ, મનોજ અગ્રવાલે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, શિક્ષણ વિભાગ સાથે આરોગ્ય વિભાગના સંકલન બાદ જ શાળાઓ ખુલવા અંગે નિર્ણય લેવાશે.

બાળકોના વેક્સીન અંગે કેન્દ્રની સુચના પ્રમાણે કામ થશે

રાજ્યમાં શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ગઈ છે.ત્યારે ધોરણ 1 થી પાંચનાં વર્ગો હજુ શરુ નથી થઇ શક્યા.ધોરણ 6 થી 8 નાં વર્ગો પણ સ્કૂલ સાથે ઓન લાઈન પણ ચાલે છે.ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે અગ્રવાલે કહ્યું છે કે, શાળાઓ સંપૂર્ણ હાજરી કે અડધી હાજરી સાથે ખોલવી તે અંગે હજુ વિચારણા થશે. રાજ્ય સરકાર બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તેનું પણ ધ્યાન રાખશે. આરોગ્ય વિભાગ પણ બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી દાખવશે. વધુમાં,વેકેશનમાં ગુજરાત બહાર ગયેલા બાળકોનો જરૂર પ્રમાણ RT-PCR પણ કરવામાં આવશે.આ ઉપરાંત,કોરોનાના સંક્રમણની સ્થિતિ આધારે શિક્ષણ વિભાગ નિર્ણય કરશે. અને બાળકોના વેક્સીન મુદ્દે કેન્દ્ર સરકારની સુચના આધિન કામગીરી થશે

શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું કે,સંકલન-પરામર્શ બાદ જ નિર્ણય

બુધવારે શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વાલીઓ ઈચ્છી રહ્યા છે કે, ગુજરાતમાં હવે ધોરણ 1થી 5 ક્લાસરૂમ શરૂ થાય પરંતુ વાલીઓએ હજી શાળાઓ શરૂ થવા માટે થોડી રાહ જોવી પડશે.

અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે લાંબા સમય બાદ પ્રાથમિક શિક્ષણ શરૂ થશે તેવા એંધાણ છે. ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની હાલ વિચારણા કરી રહ્યું છે. જેમાં ડિસેમ્બરની શરૂઆતમાં આ વર્ગો ખુલશે તેવી માહિતી મળી રહી છે.અઠવાડીયામાં 4 દિવસ શાળા ચાલુ રાખવાનું આયોજન તો વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો પણ વિકલ્પ રાખવામાં આવશે તેવી ચર્ચા છે. પ્રાથમિક શાળાના સમયગાળામાં પણ ઘટાડો થશે તો વાર્ષિક શિક્ષણ દિવસો વધારવા પર પણ શિક્ષણ વિભાગ નિર્ણય લઈ શકે છે.

ગત સપ્તાહે શિક્ષણ મંત્રીએ આપ્યા હતા સંકેત

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કે રાજ્યમાં પ્રાથમિક શાળા શરૂ કરવા અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કમિટીના નિર્ણય બાદ વિશેષજ્ઞો સાથે બેઠક કરીને શાળાઓ ફરી શરુ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે, કોરોનાની અસર ઓછી થાય એટલે બંધ શાળા ફરી શરુ કરવાનો નિર્ણય કરાશે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. હાલ રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દિવાળી બાદ પ્રાથમિક શાળાઓને શરૂ કરવા અંગેનો નિર્ણય લેવાય શકે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags