TV9 ગુજરાતી

412k Followers

Aadhar Card ખોવાઇ ગયુ છે ? ચિંતા કરવાની જરૂર નથી આ રીતે મેળવો ઓનલાઇન આધાર નંબર

16 Nov 2021.10:01 AM

આધાર કાર્ડ (Aadhaar Card) એ કોઈપણ ભારતીય નાગરિક માટે જરૂરી દસ્તાવેજોમાંનું એક છે. આજકાલ દેશમાં અનેક કામો માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. તેના પર વ્યક્તિની અંગત વિગતો જેમ કે નામ અને સરનામું લખવામાં આવે છે.

આ સાથે, આધાર કાર્ડ પર 12 અંકનો એક નંબર પણ લખવામાં આવે છે, જેને આધાર નંબર કહેવામાં આવે છે.

જો તમે ક્યાંક તમારું આધાર કાર્ડ લઈ જવાનું ભૂલી જાઓ છો, તો તમે આધાર નંબર કહી શકો છો. તમારું આધાર કાર્ડ આધાર નંબર દ્વારા ઓનલાઈન જોઈ શકાય છે.

કોઈક વાર એવું બને છે કે લોકોનું આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા તેઓ તેને ક્યાંક લઈ જવાનું ભૂલી જાય છે. આ ઉપરાંત, જો તેમને પોતાનો આધાર નંબર પણ યાદ ન હોય, તો તે તેમના માટે મોટી સમસ્યા બની જાય છે. જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે, તો આ લેખ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અમે અહીં જણાવ્યું છે કે આધાર નંબર ઓનલાઈન કેવી રીતે કાઢી શકાય.

તમારો આધાર નંબર ઓનલાઈન શોધવા માટે, તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ પ્રક્રિયામાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર (Registered Mobile Number) પર એક OTP આવે છે. જો નંબર રજીસ્ટર્ડ હોય તો નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

1. આ માટે તમારે પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ https://resident.uidai.gov.in/ પર જવું પડશે.

2. હવે હોમ પેજ પર સ્ક્રોલ કરો અને નીચે આવો અને આધાર સેવા શોધો.

3. અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળશે. તેમાંથી Retrieve Lost or Forgotten EID/UID પર ક્લિક કરો.

4.હવે તમે એક Specific Page પર પહોંચશો.

5.અહીં તમારે આધાર નંબર (UID) નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

6. પછી તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી દાખલ કરો.

7. તે પછી કેપ્ચા કોડ દાખલ કરો અને send OTP પર ક્લિક કરો.

8. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.

9. તેને દાખલ કરો અને સબમિટ કરો. આ પછી તમારો આધાર નંબર તમારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર પર આવશે.

આ જ રીતે તમે એનરોલમેન્ટ આઈડી (EID) પણ શોધી શકો છો.

આ પણ વાંચો – Aditya Roy Kapur Birthday special : શ્રદ્ધા કપૂરને ડેટ કરી ચુક્યો છે આદિત્ય રોય કપૂર, માતાના કારણે થયું હતું બ્રેકઅપ

આ પણ વાંચો –

ભરૂચ ધર્માંતરણ કેસમાં ચોંકાવનારી વિગતો આવી સામે, 100 હિન્દુઓને લાલચ આપી ઇસ્લામ અંગીકાર કરાવ્યાનો આક્ષેપ

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags