TV9 ગુજરાતી

411k Followers

મોદી સરકારની આ યોજનામાં પતિ-પત્નીને દર મહિને 10,000 રૂપિયા મળશે, જાણો શું છે યોજના લાભ લેવાની રીત

18 Nov 2021.08:41 AM

જો તમે રોકાણ કરવાનું (Investment planning) વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આપણે ઓછા રોકાણ દ્વારા ગેરંટીનો લાભ લેવા ઇચ્છીએ છે. જો તમે પણ ઓછા રોકાણમાં પેન્શનની ગેરંટી મેળવવા માંગતા હોય તો વૃદ્ધાવસ્થા માટે અટલ પેન્શન યોજના (Atal Pension Yojna) એક સારો વિકલ્પ છે. નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકારની આ યોજના સારો લાભ આપશે.

સરકારની આ યોજના હેઠળ પતિ-પત્ની બંને લાભ લઈ શકે છે. જો બંને આ સ્કીમમાં અલગ-અલગ રોકાણ કરે છે તો દર મહિને 10 હજાર રૂપિયા મળી શકે છે. અત્યારે આ સરકાર અટલ પેન્શન યોજના હેઠળ 60 વર્ષ પછી દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શનની ખાતરી આપે છે. સરકારની આ યોજનામાં 40 વર્ષ સુધીની વ્યક્તિ અરજી કરી શકે છે.

60 પછી વાર્ષિક 60,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે
આ યોજના હેઠળ ખાતામાં દર મહિને નિશ્ચિત યોગદાન આપવા પર નિવૃત્તિ પછી 1 હજાર રૂપિયાથી 5 હજાર રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે. સરકાર દર 6 મહિનામાં માત્ર 1239 રૂપિયાનું રોકાણ કરવા પર 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 60,000 રૂપિયા વાર્ષિક પેન્શનની ખાતરી આપી રહી છે.

દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે
વર્તમાન નિયમો અનુસાર, જો 18 વર્ષની ઉંમરે 5000 રૂપિયા માસિક પેન્શન માટે સ્કીમમાં જોડાય છે તો તમારે દર મહિને 210 રૂપિયા ચૂકવવા પડશે. જો આ જ પૈસા દર ત્રણ મહિને આપવામાં આવે તો 626 રૂપિયા આપવા પડશે અને 1,239 રૂપિયા છ મહિનામાં આપવા પડશે. 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માટે, જો તમે 18 વર્ષની ઉંમરે રોકાણ કરો છો, તો તમારે દર મહિને 42 રૂપિયા ચૂકવવા પડશે.

નાની ઉંમરે જોડાવાથી વધુ લાભ મળશે
ધારો કે જો તમે 5 હજાર પેન્શન માટે 35 વર્ષની ઉંમરે જોડાઓ છો, તો 25 વર્ષ સુધી તમારે દર 6 મહિને 5,323 રૂપિયા જમા કરાવવા પડશે. આવી સ્થિતિમાં તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા થશે, જેના પર તમને 5 હજાર રૂપિયા માસિક પેન્શન મળશે. જ્યારે 18 વર્ષની ઉંમરે જોડાવા પર તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા થશે. એટલે કે આ જ પેન્શન માટે લગભગ 1.60 લાખ રૂપિયા વધુ રોકાણ કરવા પડશે.

સરકારી યોજનાને લગતી અગત્યની માહિતી

  • તમે ચુકવણી, માસિક રોકાણ, ત્રિમાસિક રોકાણ અથવા અર્ધવાર્ષિક રોકાણ માટે 3 પ્રકારની યોજનાઓ પસંદ કરી શકો છો.
  • આવકવેરાની કલમ 80CCD હેઠળ, તેને કર મુક્તિનો લાભ મળે છે.
  • સભ્યના નામે માત્ર 1 ખાતું ખોલવામાં આવશે.
  • જો સભ્ય 60 વર્ષ પહેલા કે પછી મૃત્યુ પામે છે, તો પેન્શનની રકમ પત્નીને આપવામાં આવશે.
  • જો સભ્ય અને પત્ની બંને મૃત્યુ પામે છે, તો સરકાર નોમિનીને પેન્શન આપશે.

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, નવા વર્ષમાં પગાર વધારાનાં મળી રહ્યાં છે સંકેત, જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

IRCTC માં સિંગાપુર સરકારે હિસ્સો ઘટાડયો, કંપનીના રિટેલ હોલ્ડિંગમાં 21% સુધી વધારો થયો

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags