VTV News

1.2M Followers

આખરી 'ઘડી' / BIG BREAKING: PSI, LRD ભરતીની શારીરિક પરીક્ષાની તારીખો જાહેર, અન્ય પરીક્ષાને કારણે રવિવારે નહીં યોજાય દોડ

18 Nov 2021.10:31 PM

  • 3 ડિસેમ્બરથી શારીરિક કસોટીની શરૂઆત થશે
  • 26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
  • LRDની પરીક્ષા માટે 10 લાખ કરતા વધુ ફોર્મ ભરાયા
  • બે મહિના સુધી શારીરિક કસોટી ચાલશે

પોલીસ ભરતીમાં ભવિષ્ય તૈયાર કરવા માટે ગુજરાતના યુવાનો હવે લોક રક્ષક પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત થાય છે વહેલી સવાર થી યુવાઓ ખાખી લઈને જ રહીશું ના ઉદેશ્ય સાથે શહેરના અનેક ગાર્ડનમાં તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે ખાખી ની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી ગયા છે.

શારીરિક કસોટીની તારીખ જાહેર થઈ ગઈ છે. 3 ડિસેમ્બરથી દોડની પરીક્ષા યોજાશે જે માટેના કોલલેટર 26 નવેમ્બરથી કાઢી શકાશે.પોલીસ ભરતીની શારીરીક કસોટી રવિવારના દિવસે રાખવામાં આવેલ નથી. રવિવારના દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર ઉમેદવારોને પણ રાહત આપવામાં આવી છે.

કેટલી અરજી મળી?
LRD ભરતી માટે અરજી કરવા અંતિમ ઘડીએ સાઈટ પર અરજી માટે ધસારો વધ્યો હતો. ફોર્મ ભરવાની પ્રક્રિયામાં 12 લાખ જેટલા અરજીઓ મળી હતી. જેમાંથી 10 લાખ જેટલી અરજી કન્ફર્મ કરવામાં આવી છે. અંતિમ દિવસે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી પણ વ્યવસ્થાના ભાગ રૂપે તાબડતોબ છેલ્લા દિવસે સર્વરની સ્પીડ વધારવા 3 વધુ સર્વર લગાવાયા હતા.

માર્ચ મહીનાના પહેલા અઠવાડિયામા ઓપ્શનલ પરીક્ષા, તો 3 ડિસેમ્બરથી દોડ
LRD ભરતી પ્રક્રિયાને લઈને બોલ્યા LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે નિવેદનમા જણાવ્યુ છે કે ઓપ્સનલ લેખીત પરીક્ષા માર્ચ મહીનાના પહેલા અઠવાડિયામા લેવાશે. શારીરિક કસોટી 3 ડિસેમ્બરથી ચાલુ થશે.

શારિરીક કસોટીની ટ્રેનિંગમાં શું તકેદારી રાખવી જોઈએ !

  • પરીક્ષા નજીક છે સાવચેતી સાથે પ્રેક્ટીસ કરવી જરૂરી
  • ક્યારેક મેદાનમાં જઈને સીધું દોડવાનું શરૂ ન કરવુ
  • સીધી દોડથી મસલ્સ પર થઇ શકે છે ઈજા
  • સૌથી પહેલા વોર્મ-અપ ,સ્ટ્રેચિંગ,અને હળવી કસરત કરો
  • દોડમાં હમેશા ત્રણ ફેક્ટર કામ કરે છે
  • સ્ટેમિના,સ્ટ્રેન્થ અને પગમાં પાવર
  • ખાવા-પીવાની બાબતોમાં સંયમ અને સાવચેતી રાખવી
  • ઉમેદવારોએ મેંદાની વસ્તુઓ ખાવાનું ટાળવુ જોઈએ
  • દેશી ઘી ,લીંબુ શરબત પીવાથી સ્ટેમિના સારો રહેશે
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags