GSTV

1.4M Followers

આરોગ્ય/ સવારે ઉઠતા વેંત ચા પીવાની છે આદત? આ નુકસાન જાણશો તો તરત જ છોડી દેશો આદત

03 Dec 2021.09:43 AM

Last Updated on December 3, 2021 by Bansari

સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત તમને ઘણું નુકસાન કરી શકે છે. ખાલી પેટે ચા પીવાથી માત્ર સ્થૂળતા અને સ્ટ્રેસ જ નહીં, અલ્સર જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. ચામાં કેફીન, એલ-થાયનિન અને થિયોફાઇલિન જેવા ઘટકો હોય છે. તે ચોક્કસપણે તમને એક્ટિવ જરૂર કરશે, પરંતુ તેનાથી ઘણી બીમારીઓનું જોખમ વધી જશે.

બેડ ટીની આદતને કારણે માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સાંધાનો દુખાવો અને નર્વસનેસની સમસ્યા થઈ શકે છે.

પાચન સાથે સંબંધિત સમસ્યાઓ

આયુર્વેદ અનુસાર, સવારે ખાલી પેટ ચા પીવાથી પિત્તનો રસ બનવાની પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. આ ઉબકા અને ગભરાટનું કારણ બની શકે છે. બેડ ટી પીવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી. તેનાથી ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, પેટ ફૂલવું અને પેટમાં બળતરા થઈ શકે છે.

અલ્સરનું જોખમ

લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીવાની આદત અલ્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે. તેનાથી બચવા માટે તમારે તમારી આ આદત બદલવી જોઈએ.

હાડકાંને નુકસાન

ખાલી પેટ ચા પીવાની આદત પણ હાડકાંને નુકસાન પહોંચાડે છે. ખાલી પેટ ચા પીવાથી શરીરમાં વાત દોષ વધી જાય છે. જેના કારણે હાડકા નબળા પડી જાય છે. જેના કારણે નાની ઉંમરમાં જ સાંધાના દુખાવાનો સામનો કરવો પડી શકે છે.

તણાવનું કારણ

ચા અને કોફીમાં ખૂબ જ કેફીન હોય છે. ખાલી પેટ ચા પીવાથી ગુસ્સો, ચીડિયાપણું અને તણાવ વધી શકે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે

સવારે ખાલી પેટ ચા પીવાની આદત પણ બ્લડપ્રેશરના દર્દીઓને ઘણું નુકસાન પહોંચાડે છે. ચામાં કેફીન ખૂબ વધારે હોય છે. સવારની ચામાં રહેલું કેફીન શરીરમાં ઝડપથી ઓગળી જાય છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને અસર કરે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags