GSTV

1.3M Followers

મોટા સમાચાર/ ન્યૂઝીલેન્ડના એજાજ પટેલે રચ્યો ઈતિહાસ, એક જ ઈંનિગમાં 10 વિકેટ લઈને રેકોર્ડ બનાવી નાખ્યો

04 Dec 2021.1:07 PM

Last Updated on December 4, 2021 by Pravin Makwana

ન્યૂઝીલેન્ડની ટીમના સ્પિનર એજાજ પટેલે આજે કંઈક અલગ જ રંગ બતાવ્યો છે. તેણે આ ઈંનિગ્સમાં તમામ 10 વિકેટ ખેરવી પોતાના નામે ઈતિહાસ બનાવી દીધો છે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સીરિઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે એટલે કે, શનિવારે ઈંનિગ્સના બીજા દિવસે પણ રમત ચાલું હતી.

ભારતે પ્રથમ ઈંનિગ્સમાં 325 રન બનાવ્યા હતા. સ્પિનર એજાજ પટેલે શાનદાર પ્રદર્શન કરતા તમામ 10 વિકેટ પોતાના નામે કરી છે. અગાઉ અનિલ કુંબલેએ ભારતીય સ્પિનર તરીકે એક જ ઈનિંગમાં 10 વિકેટ ઝડપવાનો રેકોર્ડ કર્યો હતો. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 26.3 ઓવરમાં 74 રન આપી અને 10 વિકેટ ઝડપી હતી. આ પરાક્રમ કરનાર કુંબલે પ્રથમ બોલર બન્યા હતા. એજાઝ પટેલ આ વિક્રમ સર્જનાર વિશ્વનો ત્રીજો બોલર બન્યો છે.

લેકર, કુંબલે અને હવે એજાજ પટેલ

ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર જિમ લેકરે સૌથી પહેલા આ તરખાટ મચાવ્યો હતો. 1956માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેનચેસ્ટરમાં કર્યો હતો. તેણે 51.2 ઓવરમાં53રન આપીને 10 વિકેટ લીધી હતી. તો વળી ભારતના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ 1999માં દિલ્હીમાં પાકિસ્તાન વિરુદ્ધ 10 વિકેટ લઈને રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 26.3 ઓવરમાં 74 રન આપીને 10 વિકેટ લીધી હતી. હવે એજાજ પટેલની વાત કરીએ તો, તેણે 47.5 ઓવરમાં 119 રન આપીને 10 વિકેટ ઝડપી લીધી છે.

એશિયામાં સૌથી વધુ વખત 5 વિકેટ ઝડપનાર ન્યૂઝીલેન્ડના બોલર્સ

કેટલી વખત બોલર કેટલી ટેસ્ટ મેચમાં
8 વિટ્ટોરી 21
5 સર રિચાર્ડ હેડલી 13
3 ટિમ સાઉથી 13
3 એજાઝ પટેલ 7*

એજાજે બીજા દિવસની રમતાં પહેલી જ ઓવરમાં ભારતને 2 ઝટકા આપ્યા હતા. તેણે 72મી ઓવરમાં ચોથા બોલ પર ઋદ્ધિમાન સાહાને આઉટ કર્યો. બાદમાં આગળના બોલ પર રવિચંદ્રન અશ્વિનને પણ પેવેલિયન મોકલી દીધો. તેનાથી ભારતનો સ્કોર 6 વિકેટ પર 224 રન થઈ ગયો. મયંક અગ્રવાલે 150 રનનું મહત્વનું યોગદાન આપ્યું. તેને પણ એજાજ પટેલે પેવેલિયન મોકલી દીધો. મયંકે 311 બોલનો સામનો કર્યો અને17 ચોગ્ગા અને4 છગ્ગા લગાવ્યા. ભારતની 7મી વિકેટ 291 રન પર પડી. એજાજ ત્યાર બાદ પણ રોકાયો નહીં. 110 ઓવરમાં 2 વિકેટ લઈને ભારતની ઈંગિન્સના સમેટી દીધી હતી.

એજાઝ પટેલનું ટેસ્ટ કરિયર

એજાઝ પટેલની આ 10મી ટેસ્ટ છે. એજાઝે અત્યારસુધીમાં એક પણ ઈનિંગમાં 5 વિકેટથી વધુ વિકેટ નહોતી લીધી. 59 રન આપી અને 5 વિકેટે એજાઝનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. 68 ફર્સ્ટ ક્લાસ મેચમાં પણ એજાઝ સૌથી વધુ 6 વિકેટ લઈ શક્યો હતો. પરંતુ આજે વાનખેડે સ્ટેડિયમમાં અને જન્મભૂમિ મુંબઈમાં ભારતની 10 વિકેટ એજાઝે ઝડપી હતી. અગાઉ જિમ લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક ઈનિંગમાં 10 વિકેટ લીધી હતી ત્યારે એ મેચની ત્રીજી ઈનિંગ હતી. પીચને સ્પિનર પરથી મદદ મળતી હતી. ત્યારબાદ અનિલ કુંબલેએ ચોથી ઈનિંગમાં 10 વિકેટ લીધી હતી પરંતુ ન્યૂઝીલેન્ડના એજાઝે પ્રથમ ઈનિંગમાં 10 વિકેટ પાડી અને ઈતિહાસ રચ્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags