News18 ગુજરાતી

981k Followers

Cryptocurrency Prices: બિટકોઈન, એથેરિયમ, Shiba Inu સહિત ક્રિપ્ટોકરન્સીમાં કડાકો

17 Dec 2021.11:37 AM

મુંબઈ. Cryptocurrency prices today: શુક્રવારે ક્રિપ્ટોકરન્સી બજારમાં ફરી એકવાર કડાકો જોવામાં આવ્યો છે. CoinGecko અનુસાર આજે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી બજાર (Global Cryptocurrency Market) કેપિટલાઇઝેશન 2.34 ટ્રિલિયન ડૉલર રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં તેમાં 2.2% ટકાનો ઘટાડો નોંધાયો છે. ક્રિપ્ટોરન્સીમાં ઘટાડો નોંધાવાની સાથે સાથે સૌથી પ્રચલિત ચલણ બિટકોઈનની કિંમત (Bitcoin Prices today)માં છેલ્લા 24 કલાકમાં 2.4% ટકાનો કડાકો બોલી ગયો છે. બિટકોઈન 47,807.03 ડૉલર આસપાર ટ્રેડ કરી રહ્યો છે.

શુક્રવારે Ethereum 2% ઘટાડા સાથે શરૂઆતના કલાકોમાં 3,976.49 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો. ગઈકાલના ઘટાડાને ધ્યાનમાં લેતા છેલ્લા 24 કલાકમાં Dogecoin 3.7% સુધી તૂટ્યો હતો અને 0.174720 ડૉલર પર ટ્રેડિંગ કરી રહ્યો હતો.

શીબા ઈનુમાં 3.5% સુધીનો ઘટાડો જોવામાં આવ્યો હતો, જે 0.00003295 ડૉલપ પર ટ્રેડ કરી રહ્યો હતો. Ether કરન્સીાં 3.5% ટકાનો ઘટાડો આવ્યો છે, જે 0.00003295 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો હતો.

અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ કડાકો

CoinGecko પ્રમાણે અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ વૉલ્યૂમ 109 બિલિયન ડૉલર રહ્યું હતું.

જેમાં બિટકોઈનનો હિસ્સો 38.7% અને એથેરિયમનો હિસ્સો 20.2% રહ્યો હતો.

આ ઉપરાંત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ મોટો ઘટાડો જોવામાં આવ્યો હતો. Polygon, Polkadot, Litecoin, Chainlink અને Cardano ક્રિપ્ટો કરન્સી છેલ્લા 24 કલાકમાં ખૂબ ઓછા નફા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. છેલ્લા એક મહિનામાં ઘટાડા બાદ ક્રિપ્ટોકરન્સી બજારમાં કોઈને કોઈ ટ્રિગર બજારમાં તેજી લાવી રહ્યું છે.

એક્સચેન્જ પર કામ કરતા NFTનું કુલ વોલ્યૂમ પોતાના ઓગસ્ટના સર્વોચ્ચ સ્તરથી નીચે પડ્યું હતું. જોકે, અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પે ગુરુવારે પોતાની NFT પ્લેટફોર્મ લોંચ કર્યું છે, જે ક્રિપ્ટોના બૂમમાં સામેલ થનારા એક પબ્લિક ચહેરો છે.

વિશ્વમાં હાલ 6,000 જેટલી ક્રિપ્ટોકરન્સી ચલણમા

વિશ્વભરના ઘણા દેશોની સાથે ભારતમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency in India)ને લઇને રોકાણકારો (Investors)માં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનું એક કારણ તે પણ ગણાવી શકાય કે ક્રિપ્ટોકરન્સીમાં રીસ્ક હોવા છતાં રોકાણ દ્વારા ઝડપથી નફો (Profit) અને રીટર્ન (Return) મળે છે. હાલ Bitcoin, Ethereum, Tether, Cardano, Ripple, Polka Dot સહિત 6000 જેટલી ક્રિપ્ટોકરન્સી ચલણમાં છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: News18 Gujarati

#Hashtags