VTV News

1.2M Followers

નવું નજરાણું / 1 જાન્યુઆરીથી હેલિકોપ્ટરમાં બેસીને ફરી શકશો આખુ અમદાવાદ, આટલા રૂપિયા છે ટિકિટ

23 Dec 2021.11:14 PM

  • હેલિકૉપ્ટરથી માણો અમદાવાદ દર્શન
  • 1 જાન્યુઆરીથી ઊડશે હેલિકોપ્ટર
  • રિવરફ્રન્ટ પર બનાવાયું હેલિપેડ

વિકાસની પરિભાષા કેવી હોવી જોઈએ. કે જે કાર્ય કે સેવા એક વખત શરૂ થયા બાદ તેનું ફળ હંમેશા અવિરત મળતું રહે. પરંતુ આપણે ત્યાં એક વખત કોઈ સારી વસ્તુ શરૂ તો થાય છે.

પરંતુ ત્યાર બાદ તે મૃતપ્રાઈ સ્થિતિમાં જતી રહે છે. વાત આપણે સ્માર્ટ સિટી અમદાવાદની કરવી છે. જ્યાં ટૂંક સમયમાં વધુ એક ભેટ મળવા જઈ રહી છે. અને આ ભેટ એટલે કે, અમદાવાદના હેલિકોપ્ટર દ્વારા દર્શન. પરંતુ આ ભેટ ક્યાં સુધી ચાલશે તેને લઈને જનતા સવાલો પુછી રહી છે

10 મિનિટ માટે 2 હજાર અને 20 મિનિટ માટે 4 હજાર રૂપિયા ભાડું
અમદાવાદ રિવરફ્રન્ટ પર દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે કાંઈકને કાંઈક નવું આકર્ષણ ર્ભું કરવામાં આવે છે. જેમાં ગત વર્ષે જ 31 ઓક્ટોબર 2020માં પ્રધાનમંત્રી મોદીએ રિવરફ્રન્ટથી કોવડિયા સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરી હતી. જે છેલ્લા કાણા સમયથી બંધ હાલતમાં છે. અને હજુ પણ ક્યારે શરૂ થશે તે કોઈ નથી જાણતું. તેવામાં હવે સી-પ્લેન વાળી જગ્યા પરથી જ હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.અમદાવાદના લોકો અને પર્યટકો સ્માર્ટ સિટીના આકાશમાંથી દર્શન કરી શકો તે હેતુંથી પહેલી જાન્યુઆરીથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે. રિવરફ્રન્ટ પર હેલિપેટ પણ તૈયાર થઈ ચૂકકયું છે. અને જે લોકોને અમદાવાદના હેલિકોપ્ટર દ્વારા દર્શન કરવા હશે તેમને 3 હજારથી 5 હજાર સુધી ભાડું ચૂકવવું પડશે. હેલિકોપ્ટરમાં ભાડું બે પ્રકારે હશે જેમાં 10 મિનિટ માટે 2 હજાર અને 20 મિનિટ માટે 4 હજાર રૂપિયા ભાડું આપવું પડશે. જોકે સરકારની આ જાહેરાતને લઈને સવાલો પણ ઉઠવા લાગ્યા છે.

ચાલશે કે સી પ્લેન વાળી થશે?
લોકોના હીતમાં કે, લોકો માટે કોઈપણ સુવિધા ર્ભી થાય તે સારી બાબત છે. આ હેલિકોપ્ટર સેવાથી લોકો અમદાવાદને આકાશમાંથી નિહાળી શકશે. પરંતુ હકાૃકતમાં આ હેલિકોપ્ટર સેવાને અમદાવાદના લોકો કેવી રીતે જોઈ રહ્યા છે તે પણ જાણવું આવશ્યક છે. કારણ કે, સી-પ્લેન શરૂ થતા અનેક લોકોએ તેમાં બેસી કેવડિયા જવાના સપના જોયા હતા. તો અનેક લોકોએ તો મહિનાઓ પહેલા જ બુશકગ પણ કરાવી દીધું હતું. પરંતુ ગણ્યા ગાઠ્યા દિવસોમાં જ સી-પ્લેનની જાણે પાંખો કપાઈ ગઈ હોય તેમ આ સેવા બંધ થઈ ગઈ. તેવામાં હવે આ હેલિકોપ્ટર સેવા શરૂ થવા થઈ રહી છે. ત્યારે આ મુદ્દે આમ જનતાનું શું કહેવું છે જરા તે પણ સાંભળો.

શું માત્ર ફોટા પડાવવા માટે જ સરકાર આવી સેવાઓ શરૂ કરે છે
મહત્વનું છે કે, હેલિકોપ્ટરથી અમદાવાદના દર્શનની સેવા તો હજૂ શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા જ લોકો આ સેવાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. લોકો એવા સવાલ ર્ઠાવી રહ્યાં છે કે, શું હેલિકોપ્ટરથી અમદાવાદના દર્શનની આ સેવા લાંબો સમય ચાલશેક ક્યાંક આ હેલિકોપ્ટર સેવા પણ સી-પ્લેનની જેમ બંધ નહીં થઈ જાયનેક અમદાવાદના દર્શન તો બસમાં પણ થઈ જાય છે તો હેલિકોપ્ટર સેવા પાછળ ખર્ચો શા માટેક શું માત્ર ફોટા પડાવવા માટે જ સરકાર આવી સેવાઓ શરૂ કરે છે? અમદાવાદની જનતાના મનમાં આવા અનેક સવાલો છે. તેઓ સારા રસ્તા અને સારો વિકાસ ઈચ્છે છે. જોકે હાલ તો આ સરકાર દ્વારા એક નવો પ્રયાસ છે.અને આ પ્રયાશને રોકવો જનતાના હાથમાં નથી.

જનતાના સવાલ

  • શું હેલિકોપ્ટરથી અમદાવાદના દર્શનની આ સેવા લાંબો સમય ચાલશે?
  • ક્યાંક આ હેલિકોપ્ટર સેવા પણ સી-પ્લેનની જેમ બંધ નહીં થઈ જાયને?
  • અમદાવાદના દર્શન તો બસમાં પણ થઈ જાય છે તો હેલિકોપ્ટર સેવા પાછળ ખર્ચો શા માટે?
  • શું માત્ર ફોટા પડાવવા માટે જ સરકાર આવી સેવાઓ શરૂ કરે છે?
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags