VTV News

1.2M Followers

ગૂડ ન્યૂઝ / નવા વર્ષે ખુશખબર : બજેટ પહેલા સરકાર કર્મચારીઓને આપશે ભેટ, બેસિક પે 18 હજારથી વધીને 26 હજાર થશે

25 Dec 2021.6:33 PM

  • નવા વર્ષે કર્મચારીઓને મોટી ભેટ શકે
  • કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટરને લઈને નિર્ણય લઈ શકે
  • ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે બેસિક વેતન નક્કી કરે છે

સામાન્ય બજેટ પહેલા મોદી સરકારે ફિટમેન્ટ ફેક્ટરને લઈને નિર્ણય કરી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે બેસિક વેતન નક્કી કરે છે. જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારે તો કર્મચારીઓનો હાલનો મૂળ પગાર 18000 થી વધીને 26,000 થઈ શકે. જો બજેટ પહેલા કેબિનેટની મંજૂરી મળે તો બની શકે છે કે તેને બજેટ પહેલા લાગુ પણ પાડવામાં આવે.

ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થાય તો બેસિક પે વધીને 26,000 થઈ શકે
જો મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરે તો કર્મચારીઓનો હાલનો મૂળ પગાર 18000 થી વધીને 26,000 થઈ શકે.

મોદી સરકાર કરી રહી છે વિચાર
હકીકતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટરને 2.57 ટકાથી વધારીને 3.68 ટકા કરવાની માગ કરી રહ્યાં છે.તેથી આશા છે કે 1 ફેબ્રુઆરી 2022 ના રોજ રજૂ થનારા બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય થઈ શકે છે.

બજેટ ડ્રાફ્ટમાં સામેલ થઈ શકે
કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરને કેન્દ્રીય કેબિનટની મંજૂરી મળી શકે છે. રિપોર્ટ અનુસાર સરકાર આ બજેટ પહેલા કેબિનેટની મંજૂરી બાદ તેને બજેટ ખર્ચમાં પણ સામેલ કરે તેવી શક્યતા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags