GSTV

1.3M Followers

ખુશખબર / LPG પર ફરી શરૂ થઈ ગઈ સબ્સિડી! અકાઉન્ટમાં આવી રહ્યા છે રૂપિયા, તમે પણ આવી રીતે કરી શકો છે ચેક

05 Dec 2021.8:54 PM

Last Updated on December 5, 2021 by Zainul Ansari

જો તમે પણ LPGનો ઉપયોગ કરો છો, તો તમારા માટે ખુશખબર છે. LPG સબ્સિડી એટલે રસોઈ ગેસની સબ્સિડી હવે ગ્રાહકોને ખાતામાં આવવા લાગી છે. જોકે પહેલા પણ LPG સબ્સિડી આવતી હતી, પરંતુ ઘણા ગ્રાહકોના ખાતામાં સબ્સિડી નથી આવી રહી, તેવી ફરિયાદો ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે હવે ફરીથી સબ્સિડી શરૂ થયા પછી આ ફરિયાદો આવવાની બંધ થઈ છે.

સબ્સિડીને લઈ મુંઝવણ

LPG ગેસ ગ્રાહકોને 79.26 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબ્સિડી તરીકે આપવામાં આવી રહી છે. પરંતુ ગ્રાહકોને જુદી-જુદી સબ્સિડી મળી રહી છે. આવી સ્થિતિમાં લોકો મુંઝવણમાં છે કે આખરે તેમના કેટલા વખતની સબ્સિડી મળી રહી છે. હકીકતમાં ઘણા લોકોને 79.26 રૂપિયાની સબ્સિડી મળી રહી છે, તો કેટલાકને 158.52 રૂપિયા અથવા 237.78 રૂપિયાની સબ્સિડી મળી રહી છે. જોકે તમારા ખાતામાં સબ્સિડી આવી છે કે નહીં તેને તમે આ સરળ પ્રક્રિયાથી ચેક કરી શકો છો.

ઘરે બેઠા આવી રીતે ચેક કરો અપડેટ

તમે ઘરે બેસી સરળતાથી તમારા ખાતામાં સબ્સિડી ચેક કરી શકો છો. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે કેવી રીતે તમે સરળતાથી મિનિટોમાં જાણી શકો છો કે તમારા અકાઉન્ટમાં સબ્સિડી આવી રહી છે કે નહીં.

આવી રીતે કરો ચેક

  1. સૌથી પહેલા www.mylpg.in ઓપન કરો
  2. હવે તમે સ્ક્રીનની જમણી બાજુ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડરના ફોટા દેખાશે
  3. અહીં તમે તમારા સર્વિસ પ્રોવાઇડરના ગેસ સિલિન્ડરની ફોટો પર ક્લિક કરો
  4. તેના પછી સ્ક્રીન પર એક નવી વિન્ડો ઓપન થઈ જશે, જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડરની હશે
  5. હવે સૌથી ઉપર જમણી બાજુ સાઇન-ઇન અને ન્યૂ યુઝરના ઓપ્શન ટેપ કરો
  6. જો તમે પહેલાથી અહીં ID બનાવી રાખી છે, તો સાઇન ઇન કરો. જો તમારી આઈડી નથી, તો તમે ન્યૂ યુઝર પર ટેપ કરી વેબસાઇટ પર લોગ ઇન કરો.
  7. હવે તમારી સામે વિંડો ઓપન થશે, તેમા જમણી બાજુ વ્યૂ સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ટેપ કરો
  8. અહીં તમને એ જાણકારી મળશે કે તમને ક્યા સિલિન્ડર પર કેટલી સબ્સિડી આપવામાં આવી છે અને ક્યારે આપવામાં આવી છે.
  9. તેની સાથે જ, જો તમે ગેસ બુક કરાવ્યો છે અને તમને સબ્સિડીના રૂપિયા નથી મળી રહ્યા તો તમે ફીડબેકના બટન પર ક્લિક કરો
  10. તમે સબ્સિડીના રૂપિયા ના મળવાની ફરિયાદ પણ નોંધાવી શકો છો.
  11. ઉપરાંત તમે આ ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરી તેની ફરિયાદ કરી શકો છો.
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags