VTV News

1.2M Followers

રાજનીતિનો અંત! / ગુજરાતની આટલી બધી ગ્રામ પંચાયતો સમરસ જાહેર, હવે માત્ર 8,851 ગામડાઓમાં જામશે ચુંટણી જંગ

13 Dec 2021.4:48 PM

  • 1267 ગ્રામ પંચાયતો સમરસ જાહેર
  • ગ્રામ્ય વિસ્તારોમાં રાજકારણનો અંત !
  • 19મી ડિસેમ્બરે અન્ય પંચાયતોમાં થશે ચૂંટણી

ગ્રામ પંચાયતની ચૂંટણી સોગઠા ગોઠવાઈ ગયા છે આજે 7 ડિસેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ચૂંટણી પંચ પરથી જાહેર થયેલા આંકડા મુજબ રાજ્યની 1267 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે.

સમરસ્તાનો એક'મત'
રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને મહત્વનો આંકડો સામે આવ્યો છે. મોટા ભાગની ગ્રામપંચાયત સમરસ બની છે. રાજ્યમાં એક હજાર 267 ગ્રામપંચાયત સમરસ બની છે. જેમાં 7 ડિસેમ્બરે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કુલ 10 હાજર 118 બેઠકમાંથી 1 હજાર 267 સમરસ થઇ છે. બાકીની 8 હજાર 851 બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજકોટ જિલ્લામાં 130 ગ્રામપંચાયત અને સુરત જિલ્લામાં 79 ગ્રામપંચાયત સમરસ બની છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં 78 ગ્રામપંચાયત, ભાવનગર જિલ્લામાં 76 ગ્રામપંચાયત અને કચ્છ જિલ્લામાં 74 ગ્રામપંચાયત સમરસ બની છે

સરકારનો ચૂંટણી ખર્ચ બચ્યો, ગ્રામજનોને સહાયનો ફાયદો થશે
અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી જે બાદ રાજ્યમાં વધુને વધુ ગ્રામ પંચાયતોને સમરસ બનાવવા માટે મંત્રીઓને સૂચના આપી દેવામાં આવી હતી. જે બાદ સરકાર અને જે તે ગ્રામજનોના પ્રયાસ બાદ રાજ્યમાં 10 હજાર 879 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવાની હતી જેમાંથી 1157 ગામ સમરસ થતાં હવે 9722 ગ્રામ પંચાયતો પર ચુંટણી જંગ જામશે. જેનાથી સરકારને થતો ચૂંટણી ખર્ચ તેમજ ઉમેદવારોને ચૂંટણી લડવા માટે થતાં મોટા ખર્ચની બચત થશે. આ સાથે જ સરકાર તરફથી સમરસ ગામોને મળતા નાણાકીય લાભનો પણ ફાયદો મળશે.

હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. જો કે પ્રત્યક્ષ રીતે કોઈ રાજકીય પક્ષો ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા નથી પરંતુ આમ જોઈએ તો પરોક્ષ રીતે ચૂંટણી લડનારા કોઈને કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય છે, અને જેને લઇને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામતો હોય છે. ગામમાં ચૂંટણી વિકાસની સાથે ડખા લઈને પણ આવે છે તેવા કેટલાય ઉદાહરણ આપણી સામે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags