સંદેશ

1.5M Followers

ધો.૧થી ૫ની શાળાઓ બંધ કરી દો, ઓમિક્રોન સામે તબીબી ચેતવણી

09 Dec 2021.05:13 AM

  • રાજકોટમાં ખાનગી શાળા સંચાલકોએ ભૂલકાઓ માટે માર્ગદર્શિકા ઘડી
  • IMAના પ્રમુખનો શાળા બંધ રાખવાનો મત જયારે શાળા સંચાલકો અલગ મૂડમાં
  • । રાજકોટ । કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનની ચિંતા વચ્ચે હવે નાના બાળકોને શાળાએ મોકલવા સામે વાલી મંડળે ફ્ેર વિચારણાની માંગ કરી છે ત્યારે આજે ખાનગી શાળા સંચાલકોએ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન (ૈંસ્છ) સાથે મિટીંગ યોજી 'બાળ વિદ્યાર્થી'ઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરે છે.

    જેનું સંપૂર્ણ પાલન મુશ્કેલ બની રહે તેવું છે, બીજી તરફ્ ૈંસ્છના પ્રમુખ પ્રફ્ૂલ કમાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે હાલ બાળકો માટેના માસ્ક પણ નથી ત્યારે પીડીયાટ્રીક માસ્ક બનાવવાનું સૂચન છે સાથે ૩ સપ્તાહ સુધી ધો.૧ થી ૫ની શાળાઓ બંધ કરી દેવાનો મારો મત છે.
    રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું કે, રાજકોટ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સાથે થયેલી બેઠક બાદ પ્રમુખ પ્રફ્ુલ કમાણી દ્વારા તકેદારીની ગાઈડલાઈન અપાઈ છે. જેમાં શાળાએ આવતા વિદ્યાર્થીઓને ઘરેથી હુંફળું પાણી બોટલમાં આપવું, વિદ્યાર્થીઓ ગરમ અને રાંધેલો નાસ્તો શાળાએ લાવે, વિદ્યાર્થીઓ એન -૯૫ માસ્ક પહેરે, છાત્રો દહીં, છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણાથી દૂર રહે, શિક્ષકો ભણાવતી વખતે ફ્ેઈસ શિલ્ડ પહેરે, શિક્ષકો, સ્ટાફ્, શાળાના ડ્રાઈવર અને આયાબેન પણ એન -૯૫ માસ્ક પહેરે. કોઈ પણ બાળકના શાળામાં પ્રવેશ વખતે તાવ, શરદી, ઉધરસ નથી એ તપાસી લેવામાં આવે, વાલીઓને ખાસ જો પોતાના બાળકને જરા પણ તાવ, શરદી, ઉધરસ હોય તો ફ્ેમીલી ડોક્ટરની સલાહ લઇ દવા લે અને શાળાએ ન મોકલે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ ગાઈડલાઈનનું નિયમિત પાલન અને ઉપર મુજબની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવેતો કોરોનાથી આસાનીથી બચી શકાય.

    તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

    Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

    #Hashtags