VTV News

1.2M Followers

માપી લીધા / મહેસૂલ મંત્રી એક્શનમાં : ગુજરાતમાં એક ઝાટકે 10 ડેપ્યુટી કલેક્ટરની બદલીથી ફફડાટ, મંત્રીએ કચેરીઓમાં પાડી હતી રેડ

09 Dec 2021.4:09 PM

  • મહેસૂલ વિભાગે 10 જેટલા નાયબ કલેકટરની કરી બદલી
  • અમદાવાદના નાયબ કલેકટર કુંજલ શાહ દ્વારકા બદલાયા
  • કેટલાક પ્રાંત અધિકારીઓ ગ્રામ્યમાંથી શહેરી વિભાગમાં

રાજયના મહેસૂલ વિભાગે 10 જેટલા નાયબ કલેકટરની બદલી કરી છે. જેમાં ભ્રષ્ટાચારના આરોપમાં ખરડાયેલા એવા અન્ય 4 નાયબ કલેક્ટરની પણ બદલી કરવામાં આવી છે.

અમદાવાદના સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-1 ના નાયબ કલેકટર કુંજલ શાહની દેવભૂમિ દ્વારકામાં બદલી કરવામાં આવી છે. તો વડોદરા ( શહેર ) ના પ્રાંત અધિકારી વિજય પટણીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પંચાયત અમરેલીમાં બદલી કરાઈ છે.તો દક્ષેશ મકવાણા,પ્રાંત અધિકારી તળાજા ( જી.ભાવનગર) ની બદલી પ્રાંત અધિકારી વડોદરા (શહેર) કુ. ખ્યાતિ પટેલ,નાયબ કલેકટર,જમીન સુધારણા વડોદરાની બદલી સ્પીપા, સુરતના નાયબ નિયામક તરીકે કરવામાં આવી છે. વધુમાં અંજારના પ્રાંત અધિકારી વિમલ જોષી ની બદલી વડોદરામાં નાયબ કલેકટર જમીન સુધારણા તરીકે કરવામાં આવી છે. તો GAS સિનિયર સ્કેલના રાજેશ કુમાર ઠુમ્મર પ્રાંત અધિકારી વડોદરા ( ગ્રામ્ય) ને સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરમાં તબદિલ કર્યા છે.

વધુ કેટલાક અધિકારીઓમાં નાયબ કલેકટર સંવર્ગ-1 ના ગુજરાત વહીવટીય સેવા વિભાગ ( જૂનીયર સ્કેલ ) ના કુ. સિદ્ધિ વર્મા,પ્રાંત અધિકારી ધોળકા ને નાયબ કલેકટર,સ્ટેમ્પ ડ્યુટી વિભાગ 1,અમદાવાદમાં, ભાવનગરના મહુવા પ્રાંતના પ્રાંત અધિકારી વિકાસ કુમાર રતાડા ને,તળાજા પ્રાંત અધિકારી તરીકે મુકાયા છે. વડોદરા પ્રાંત ( ગ્રામ્ય )ના પ્રાંત અધિકારી કુ. શ્રદ્ધા શ્રીમાળીને પ્રાંત અધિકારી વડોદરા ( ગ્રામ્ય) માં, અને કચ્છ રાપરના પ્રાંત અધિકારી જય કુમાર રાવલને અંજારના પ્રાંત અધિકારી તરીકે ફરજ પર મુકવામાં આવ્યા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags