ABP અસ્મિતા

413k Followers

Farmers Protest Called Off : 378 દિવસો બાદ ખેડૂત આંદોલનનો અંત, જાણો ક્યારેથી ખેડૂતો ઘરે જવા રવાના થશે

09 Dec 2021.2:35 PM

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે અંત આવી ગયો છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે હવે ખેડૂતો આંદોલનનો અંત કરવા જઇ રહ્યાં છે, દિલ્હી બોર્ડર અને આજુબાજના વિસ્તારોમાં તંબુ બનાવીને અડ્ડો જમાવેલા ખેડૂતો શનિવારથી ઘરે જવા રવાના થશે.


સરકાર તરફથી મળેલા પ્રસ્તાવ પર બનેલી સહમતિ બાદ ખેડૂત સંગઠનો તરફથી ગુરુવારે આંદોલનને ખતમ કરી દીધુ છે.

એટલે કે 378 દિવસો બાદ ખેડૂતોએ આ આંદોલનનો અંત આણ્યો છે, જોકે હજુ ઔપચારિક જાહેરાત બાકી છે. આ પહેલા ખેડૂતોની બાકી માંગો પર સરકાર તરફથી કૃષિ સચિવના હસ્તાક્ષર વાળી ચિઠ્ઠી મોકલવામાં આવી હતી. આ બાદ સંયુક્ત ખેડૂત મોરચાએ બેઠક કરી અને બેઠક પુરી થયા બાદ આંદોલનની વાપસીની જાહેરાત કરી છે.

આ પહેલા સંયુક્ત કિસાન મોરચાના પાંચ સભ્યોવાળી કમિટીના સભ્યો અશોક ધાવલેએ કહ્યું- સરકાર તરફથી મળેલા નવા ડ્રાફ્ટ પર આજે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ પછી આંદોલન ખતમ કરવાને લઇને સંયુક્ત કિસાન મોરચા તરફથી ફેંસલો લેવામાં આવશે.



Koo App
11 दिसंबर को पूर्ण रूप से किसान आंदोलन खत्म कर दिया जाएगा। डकैत के देश विरोधी मंसूबे स्वाहा

- Naveen Kumar Jindal  (@naveenjindalbjp) 9 Dec 2021

India Corona Cases: દેશમાં સતત બીજા દિવસે વધ્યા કોરોના કેસ, રસીકરણનો આંકડો 130 કરોડને પાર

Ind vs Aus: 85 વર્ષ બાદ એશીઝમાં બની આ અદભૂત ઘટના, ખેલાડીઓથી લઇને કૉમેન્ટેટરો પણ જોઇને રહી ગયા દંગ, વીડિયો વાયરલ

Bipin Rawat Death: CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે કરાશે અંતિમ સંસ્કાર

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ શહેરમાં નોધાયા કોરોનાના નવા 23 કેસ

જનરલ બિપિન રાવત પહેલા આ જાણીતી હસ્તીઓનું પણ હવાઇ દુર્ઘટનામાં થયું છે કરુણ મોત

રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર, આ વિષયોના પેપર્સ બોર્ડ કાઢશે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita