VTV News

1.2M Followers

BIG NEWS / જીતુ વાઘાણીનું નવું એલાનઃ બાળકોના અભ્યાસ પર થયેલી અસર નિવારવા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

12 Dec 2021.4:22 PM

  • "100 કલાક સ્વૈચ્છિક સમયદાન"નો સંકલ્પ
  • બે લાખ શિક્ષકો અભિયાનમાં જોડાશે
  • શાળા વધારાનું શિક્ષણ કાર્ય કરી શકશે

કોરોના કાળમાં જો સૌથી મોટો ફટકો પડ્યો હતો તે શિક્ષણનો છે. 2 વર્ષ સતત શિક્ષણ બંધ રહેતા કેટલાય બાળક અને માતા પિતાઓ ચિંતત છે.

પણ ગુજરાત સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં શિક્ષકોને "૧૦૦ કલાક સ્વૈચ્છિક સમયદાન" આપવા માટે વિનંતી કરવામાં આવી છે. આ નિર્ણયથી જે અભ્યાસક્રમ પૂર્ણ કરવાની માથાકૂટ હતી તેમજ બાળકોને વધુ શિક્ષણ આપવાની જરૂર હતી તે પૂર્ણ થશે.

જીતુ વાઘાણીએ ટ્વીટ કરી શું કહ્યું?
કોરોનાની પરિસ્થિતિને લીધે લાંબા સમય સુધી શાળાઓ બંધ રહી. તેથી બાળકોના અભ્યાસ ઉપર થયેલી અસર નિવારવા રાજ્યનો શિક્ષણ વિભાગ સંકલ્પબધ્ધ છે ત્યારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તમામ સ્તરના શિક્ષક સંઘો સાથે બેઠક કરી સર્વાનુમતે "૧૦૦ કલાક સ્વૈચ્છિક સમયદાન" આપવાનો સંકલ્પ કરેલ છે.

શું છે સરકારનું આયોજન
રાજ્યના બે લાખથી વધુ શિક્ષકો શાળા સમય ઉપરાંત વધારાનું શિક્ષણ કાર્ય કરશે જેમાં 100 કલાક સમયદાન આપી ડિસેમ્બર 2021થી 15 એપ્રિલ 2022 સુધી આ સેવાદાન ચાલશે. શાળાઓ પોતાની રીતે આયોજન કરી શાળા સમય પહેલા અથવા શાળા સમય બાદ સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ વધારાના શિક્ષણ કાર્યનું સ્વૈચ્છિક રીતે આયોજન કરવામાં આવશે. ધોરણ 1 થી 5આમ વાંચન ગણન અને લેખનને કેન્દ્રમાં રાખી શિક્ષણ કાર્ય કરવામાં આવશે. ધોરણ 6 થી 8માં કઠિન બિંદુઓની તારવણી કરી તે મુજબ શિક્ષણ આપવામાં આવશે.ધોરણ 9 થી 12માં વિષયના ભારણ પ્રમાણે તેમજ લીંકીંગ ચેપ્ટર મુજબ વિશેષ શિક્ષણ કાર્ય હાથ ધરાશે. 2 લાખ શિક્ષકો સમયદાન આપશે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags