VTV News

1.2M Followers

અદભૂત / ક્યારેય નહીં જોયો હોય અંતરિક્ષનો આવો અદભૂત નજારો, જાપાનના ઉદ્યોગપતિએ શેર કરેલ વીડિયો જોઈ થશો આફરિન

13 Dec 2021.1:08 PM

  • જાપાની અબજપતિએ પૃથ્વીનો ટાઈમ લૈપ્સ વીડિયો ટ્વિટર પર શેર કર્યો
  • આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પરથી વીડિયો ટ્વિટર પર શેર કર્યો
  • બંને રશિયન અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય સ્ટેશન પહોંચ્યાં

રશિયન યાનથી ગયા છે Maezawa

મેજાવાએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, આ પૃથ્વીનું બિલ્કુલ એક ચક્કર છે.

મેજાવા પોતાની 12 દિવસની યાત્રા પર બુધવારે ISS પહોંચ્યા હતા. જાપાની અબજપતિની સાથે તેના પ્રોડ્યુસર યોજો હિરાનો પણ છે. યુસાકુ મેજાવા અને તેના સહયોગી હિરાનો અવકાશમાં 12 દિવસ ગાળશે. આ બંને 2009 બાદ અંતરીક્ષમાં જનારા પહેલા એવા પ્રવાસી બની ગયા છે. જેણે તેના માટે ચૂકવણી કરી છે. જોકે, આ યાત્રામાં કેટલો ખર્ચ આવ્યો છે, તેનો હજી સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી. બંને રશિયન અવકાશયાત્રી એલેકઝાન્ડર મિસુરકીનની સાથે રશિયન અંતરીક્ષ યાન સોયુજના માધ્યમથી આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન રવાના થતાં પહેલાં મેજાવાએ કહ્યું હતુ, હું અંતરીક્ષ પરથી ધરતીને જોવા માગુ છુ.

YouTube પર પણ અપલોડ કરશે વીડિયો

મેજાવા પોતાની આ યાત્રાનો વીડિયો ફૂટેજ 7.95 લાખ ફોલોઅર્સવાળા YouTube ચેનલ પર પણ અપલોડ કરશે. તેમણે પોતાના પ્રશંસકોને 100 એવી ચીજ અંગે જણાવવા માટે કહ્યું હતુ, જે તેઓ અવકાશમાં કરી શકે છે. આ સાથે તેમણે કહ્યું હતુ કે તેઓ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં બેડમિન્ટન રમવાના છે. મહત્વનું છે કે, પહેલાં જાપાની અબજપતિ મેજાવા 2023માં ચંદ્ર પર જવા માટે ટિકિટ ખરીદીને ચર્ચામાં આવ્યાં હતા. તેઓ SpaceXની ચંદ્ર યાત્રા પર પણ પ્રથમ યાત્રી બનશે. તેમણે આ યાત્રામાં પોતાની સાથે લઇ જવા માટે 8 લોકોની તપાસ શરૂ કરી દીધી છે.

શું હોય છે ટાઇમ લેપ્સ વીડિયો?

જો તમે ફિલ્મો જોવાના શોખીન છો તો તમે ઘણી વખત જોયુ હશે કે જ્યારે અભિનેતા પોતાના વિચારોમાં હોય છે તો તેની આજુબાજુની એક્ટિવિટી તેજ થઇ જાય છે. આ પ્રકારના વીડિયોને ટાઇમ લેપ્સ વીડિયો કહેવામાં આવે છે. જેનું બીજુ ઉદાહરણ એવા વીડિયો છે, જેમાં સૂર્યને ઝડપથી ઉગતા અને આથમતા બતાવવામાં આવ્યો છે. ખરેખર, આ એક ફોટોગ્રાફી ટેકનિક છે. જેમાં ધીરે-ધીરે થતાં મૂવમેન્ટ અને ફેરફારને રેકોર્ડ કરીને ફાસ્ટ સ્પીડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags