GSTV

1.3M Followers

રાહતના સમાચાર / ભારતની 98 ટકાથી વધુ વસ્તીમાં છે કોરોના સામે લડવાની ક્ષમતા, સર્વેમાં થયો મોટો ખુલાસો

13 Dec 2021.08:20 AM

Last Updated on December 13, 2021 by Zainul Ansari

IANS Covid Vaccine Trackerના તારણ મુજબ આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ વેક્સીન લેનાર દેશ બન્યો છે. દેશની 98 ટકાથી વધુ વસ્તી જીવલેણ કોરોના વાયરસ સામે ઇનોક્યુલેટ કરાવવાની ક્ષમતા દર્શાવે છે. CVoter Covid Vaccine Trackerના આંકડા પર ધ્યાન આપીએ તો, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આંકડા મુજબ, 89 લાખથી વધુ લોકોએ 24 કલાકમાં વેક્સિન માટે નોંધણી કરી.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ (ડોઝ 1+ ડોઝ 2) હવે 133 કરોડને વટાવી ગયું છે.

દેશની 90 કરોડ પુખ્ત વસ્તીમાંથી 81 કરોડથી વધુ લોકોએ કોવિડ-19 રસીનો ડોઝ 1 મેળવી લીધો છે. IANS-CVoter Covid Vaccine Trackerના તારણ મુજબ, બાકીના 9 કરોડ વેક્સીન વગરના 7.5 કરોડ લોકો ઘાતક વાયરસ સામે રક્ષણ મેળવવા ઈચ્છે છે. માત્ર 1.5 કરોડ લોકોએ જ વેક્સીન લગાવવામાં અનિચ્છા અથવા ખચકાટ દર્શાવ્યો છે.

ટ્રેકરને એ પણ જાણવા મળ્યું કે જે લોકોએ રસી લેવા માટે અનિચ્છા અથવા ખચકાટ દર્શાવ્યો હતો તેમની પાસે રસી ન લેવાના કારણો હતા અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા એક કે બે સત્રના કાઉન્સેલિંગથી તે સરળતાથી રસી લેવા માટે સહમત થઈ શકે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ રસીકરણ ડેટા મુજબ, ભારત દરરોજ લગભગ 60-70 લાખ કોવિડ -19 રસીના ડોઝનું સંચાલન કરી રહ્યું છે.

રસીકરણની આ ઝડપ સાથે ભારત આ મહિનાના અંત સુધીમાં આખી વસ્તીને પહેલો ડોઝ આપવામાં સક્ષમ બનશે. વેક્સિનેશન અભિયાનમાં આખી વસ્તીની ગણતરી કરી શકાશે નહીં કારણકે, રસી મેળવવા પાત્ર વસ્તી માત્ર 18 વર્ષથી વધુ છે. જોકે, આપણા દેશની તુલનામાં યુરોપિયન દેશો અને યુએસમાં રસી લેવામા લોકોમા વાળું પડતો ખચકાટ જણાઈ રહ્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags