સંદેશ

1.5M Followers

કેન્દ્રીય કર્મચારીઓ માટે પેન્શન યોજનાને લઇ ખુશખબર, સરકારની ખાસ તૈયારી

14 Dec 2021.2:45 PM

  • સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળી શકે છે

  • કેન્દ્રના કાયદા મંત્રાલયે ઓલ્ડ પેન્શન સ્કીમને લઇ મંતાવ્યો માંગ્યા

  • કેન્દ્રીય મંત્રીએ સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નનનો જવાબ આપ્યો હતો
  • કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.

    ટૂંક સમયમાં જ સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો ફાયદો મળી શકે છે. જી હાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન યોજના (National Pension Yojana)ની અંતર્ગત આવતા કર્મારીઓને જૂની પેન્શન યોજના (Old Pension Yojana)નો ફાયદો આપવાનો નિર્ણય કર્યો છે.

    કેન્દ્રની મોદી સરકાર કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી આવતી માંગણી પર વિચારણા કરી રહ્યા છે. કેન્દ્રના કાયદા મંત્રાલયમાંથી ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ને લઇ મંતવ્યો માંગ્યા છે. હવે મંત્રાલય પાસેથી જવાબ મળવાની રાહ જોવાય રહી છે. કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી અને વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર આ મુદ્દે કાયદા મંત્રાલય પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો છે, તેમના જવાબ પછી નિર્ણય લેવામાં આવશે. .

    જાણો કયા કર્મચારીઓને ફાયદો થશે?

    ડૉ.જિતેન્દ્ર સિંહે સંસદમાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે આ મામલો કાયદા મંત્રાલય હેઠળ મૂક્યો હતો, પરંતુ હજુ સુધી તેનો જવાબ મળ્યો નથી. તેમણે કહ્યું કે નાણાકીય સેવાઓ વિભાગ, પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DOP&PW) તે કર્મચારીઓને NPSના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવા અને OPS હેઠળ આવરી લેવા અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે. આ તે કર્મચારીઓ હશે જેમની ભરતી માટે 01 જાન્યુઆરી 2004ના રોજ અથવા તે પહેલા જાહેરાત બહાર પાડવામાં આવી હતી.

    કેન્દ્રીય મંત્રીએ સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નનનો જવાબ આપ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે શું પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખતા નાણાંકીય સેવા વિભાગ અને કાયદા મંત્રાલયમાંથી એ કર્મચારીઓને NPSમાંથી બહાર કરવા અને તેમની જૂની પેન્શન યોજનામાં સામેલ કરવા માટે વિચાર માંગ્યો છે. જેની ભરતી માટેની જાહેરાત 31 ડિસેમ્બર 2003 કે તેની પહેલાં બહાર પડાવામાં આવી હતી.

    તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

    Disclaimer

    Disclaimer

    This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Sandesh

    #Hashtags