Oneindia

429k Followers

2022માં ફિટમેંટ ફેક્ટર વધારવા પર વિચાર કરી રહી છે સરકાર, જાણો પગાર કેટલો વધશે?

15 Dec 2021.2:19 PM

કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવા વર્ષની શાનદાર ગિફ્ટ મળી શકે છે, કેમ કે સરકાર 7માં પગાર પંચ અંતર્ગત કર્મચારીઓ માટે મોંઘવારે ભથ્થું (Dearness Allowance- DA) વધારી શકે છે. News18ના રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર 2022ની શરૂઆતમાં DA 3 ટકા વધારવાનું એલાન કરી શકે છે. 3 ટકાના વધારા સાથે કર્મચારીઓના પગારમાં 20 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.

સાતમાં કેન્દ્રીય પગાર પંચ અંતર્ગત કર્મચારીઓના DAનું કેલ્ક્યુલેશન બેસિક પગારના આધારે કરવામાં આવે છે. DAનું કેલ્ક્યુલેશન ડીએના દરને બેસિક પેથી ગુણીને કાઢવામાં આવે છે.

ઑક્ટોબરમાં 3 ટકા અને જુલાઈમાં 11 ટકાના વધારા બાદ હાલમાં ડીએની ટકાવારી 31 ટકા છે. DA સરકારી કર્મચારીઓની ગ્રોસ સેલેરીનો મહત્વનો ભાગ હોય છે. જાન્યુઆરી અને જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021માં DAને ફ્રીઝ કર્યા બાદ સરકારે આ વર્ષે જુલાઈમાં પહેલીવાર ડીએ વધાર્યું હતું.

સરકારી કર્મચારીઓના જીવન સ્તરને બનાવી રાખવા અને મોંઘવારીથી નિપટવામાં મોંઘવારી ભથ્થું મદદરૂપ થાય છે. અર્થવ્યવસ્થામાં મુદ્રાસ્ફીતિને એડજસ્ટ કરવા માટે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવી શકે છે. હાલના વર્ષોમાં મોંઘવારી દર વધુ હોય, કન્ઝ્યૂમર પ્રોડક્ટની વધતી કિંમતો વચ્ચે કર્મચારીઓ ઉમ્મીદ કરી રહ્યા છે કે સરકાર આ વર્ષે પણ ડીએ વધારશે.

ડીએમાં વધારા ઉપરાંત કેન્દ્ર સરકાર ફિટમેંટ ફેક્ટરને વધારવા પર પણ વિચાર કરી રહી છે. ફિટમેંટ ફેક્ટર કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ માટે બેસિક પગાર નક્કી કરે છે.

ફિટમેંટ ફેક્ટરને છેલ્લે 2016માં વધારવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓની ન્યૂનતમ બેસિક સેલેરી 6000 રૂપિયાથી વધારીને 18000 રૂપિયા કરી દેવામાં આવી હતી. ફિટમેંટ ફેક્ટરમાં સંભાવિત વધારાથી બેસિક વેતન 26000 રૂપિયા થઈ શકે છે..

DA શું હોય છે, જાણો!

મોંઘવારી ભથ્થું કર્મચારીઓની બેસિક સેલેરીનો એક નિશ્ચિત ભાગ હોય છે. દેશમાં મોંઘવારીની અસરને ઘટાડવા માટે સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. જેને સમયે-સમયે વધારવામાં આવે છે. પેંસનર્સને મોંઘવારી રાહત (DR) તરીકે આ લાભ મળે છે.

source: oneindia.com

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: OneIndia Gujarati

#Hashtags