TV9 ગુજરાતી

412k Followers

Viral: રોઈ રોઈ દુલ્હને ગામ માથે લીધુ! પરિવારે ટિંગાટોળી કરી બેસાડી કારમાં, જૂઓ દુલ્હનનો હાઈ વોલ્ટેજ ડ્રામા

28 Dec 2021.08:06 AM

લગ્નમાં વિદાયનો સમય કદાચ લગ્નની ઉજવણીનો સૌથી દુઃખદ ભાગ છે. પરંપરા મુજબ, કન્યા તેના પતિ અને સાસરીયે રહેવા માટે તેના માતાપિતાનું ઘર છોડી દે છે. દુલ્હન તેમજ તેના માતા-પિતા માટે તે ભાવનાત્મક ક્ષણ છે. ઘણી વાર તમે વિદાય સમયે દુલ્હનને રડતી જોઈ હશે, પરંતુ આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં દુલ્હનનો હાઈવોલ્ટેજ ડ્રામા (High Voltage Drama) જોવા મળી રહ્યો છે.

હકીકતમાં, વીડિયોમાં, એક દુલ્હન (Bride Farewell Viral Video) તેની વિદાય સમયે એટલી રડવા લાગે છે કે પરિવારના સભ્યો તેને મોકલવા માટે ટિંગાટોળી કરી લઈ જવી પડે છે.

વાયરલ (Viral Videos) થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે દુલ્હન લગ્ન પછી જવાનું શરૂ કરે છે ત્યારે તે જવાની ના પાડવા લાગે છે. પહેલા તે ધ્રૂસકે ધ્રુસકે રડે છે, ત્યારબાદ તે બધાની સામે જોરથી રડવાનું શરુ કરે છે. ત્યાર બાદ પરિવારના સભ્યો તેણીના હાથ-પગ પકડીને બહાર લાવ્યા હતા અને બળજબરીથી કારમાં બેસાડી હતી.

જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર આવ્યો છે, ત્યારથી તે છવાયેલો છે અને લોકો તેને સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. વીડિયોમાં રસપ્રદ વાત એ છે કે જ્યારે પરિવારના સભ્યો તેને કારમાં બેસાડતા હતા ત્યારે તેણે અંદર બેસવાની ના પાડી દીધી હતી. તેમ છતાં, ઘરના સભ્યોએ તેને અંદર બેસવા માટે દબાણ કર્યું જેથી કન્યા તેના સાસરે જાય.

View this post on Instagram

A post shared by 69Flix (@69.flix)

આ થોડીક સેકન્ડનો વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરવામાં આવ્યો છે. તમે 69.flix નામના પેજ પર તમામ વીડિયો (Funny Viral Videos) જોઈ શકો છો. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે, લોકોએ તેમની લાઈક્સ અને કોમેન્ટ્સ સાથે ઘણો પ્રેમ વરસાવ્યો છે.

વીડિયોને શેર કરતા પેજના એડમિને કેપ્શનમાં લખ્યું- એમને ટેગ કરો જેની આવી હાલત થવા જઈ રહી છે. લોકોના રિએક્શન વિશે વાત કરતાં એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, આવી રીતે કોણ રડે છે આવી દુલ્હન ક્યારેય જોઈ નથી, એક યુઝરે લખ્યું- ભાઈ વિદાયમાં આવું કોણ રડે છે? ત્રીજા યુઝરે લખ્યું- માત્ર પાપાની પરી જ આટલો ડ્રામા કરી શકે છે. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ઘણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.

નો માસ્ક નો વેજીટેબલ, આ શાક માર્કેટના વેપારીઓએ કર્યો મોટો નિર્ણય

Technology: ભારતમાં 5G ટ્રાયલને લઈ આવ્યા મોટા સમાચાર, આ શહેરોથી થશે ટેસ્ટિંગની પહેલી શરૂઆત

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags