VTV News

1.2M Followers

મહામારી / 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને મોટી રાહત, હવે ડોક્ટરના સર્ટિ વગર લઈ શકાશે પ્રીકોશન ડોઝ, સરકારે નિયમ બદલ્યો

28 Dec 2021.4:17 PM

  • 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કેન્દ્ર સરકારે બદલ્યો નિયમ
  • પ્રીકોશન ડોઝ માટે હવે ડોક્ટરના સર્ટિફિકેટની જરુર નહીં
  • 10 જાન્યુઆરીથી વૃદ્ધોને અપાશે પ્રીકોશન ડોઝ
  • પહેલા ડોક્ટરની સર્ટિની જરુર હતી પરંતુ હવે તેની વગર ડોઝ મળી શકશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નવા નિયમમાં એવું કહેવાયું છે કે વૃદ્ધોએ પ્રીકોશનરી ડોઝ માટે ડોક્ટરોનું સર્ટિફિકેટ કે પ્રસ્ક્રિપ્શન દેખાડવાની જરુર નથી.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

કેન્દ્ર સરકારે 10 જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝનું જે અભિયાન શરુ કર્યું છે તેમાં ગંભીર બીમારીથી પીડિત વરિષ્ઠ નાગરિકોને પ્રીકોશન ડોઝનો વિકલ્પ અપાયો છે.

પહેલા એવું કહેવાયું હતું કે પ્રીકોશન ડોઝ માટે વરિષ્ઠ નાગરિકોએ ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ અથવા સલાહનું પ્રમાણપત્ર લાવવું પડશે તો જ તેમને પ્રીકોઝનનો ડોઝ અપાશે જોકે હવે સરકારે આ નિયમ બદલી કાઢ્યો છે અને આવા કોઈ ડોક્ટરના સર્ટિફિકેટની જરુર નથી એવું જાહેર કર્યું છે.

10 જાન્યુઆરીથી વૃદ્ધો માટે શરુ થશે પ્રીકોશન ડોઝ

વૃદ્ધો માટે 10 જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝની વ્યવસ્થા શરુ થઈ રહી છે.નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઇઓ ડો. આર એસ શર્માએ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે પ્રિકોશનરી ડોઝ માટે 'કોમોરબીડિટી સર્ટિફિકેટ' જરૂરી હશે. જો તમને ડાયાબિટીસ, કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ અને હ્રદયના રોગો જેવી ગંભીર બીમારી હોય તો જ તમને ત્રીજો ડોઝ મળશે.

બુસ્ટર ડોઝનું સર્ટિફિકેટ મળશે?
હા. જે રીતે પ્રથમ બે ડોઝ પર વેક્સિન સર્ટિફિકેટ મળ્યું હતું એ જ રીતે ત્રીજા બુસ્ટર ડોઝનો સર્ટિફિકેટ પણ મળશે એવું ડો. અર એસ શર્માએ જણાવ્યું હતું.

બુસ્ટર ડોઝના નિર્ણય પાછળનું કારણ
દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ચેતવી દીધા છે કે કોરોનાની વેક્સિનથી બનેલી ઇમ્યુનિટી થોડા સમય પછી ઓછી થઈ જાય છે. એવામાં વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર બધાંને પડી શકે છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે શક્તિશાળી હોવાથી તેની જરૂર વધી ગઈ હતી. હવે નવો વેરિયન્ટ વેકસીનેટેડ લોકોને પણ અસર કરી રહ્યો છે એટલે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધોને બુસ્ટર ડોઝની જરૂર જણાઈ રહી છે. માટે સરકારે આ નિણર્ય લેવો પડ્યો હતો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags