VTV News

1.2M Followers

ચૂંટણી રણ 2022 / BIG NEWS : 5 રાજયોમાં ચૂંટણીની તારીખોનું એલાન, યુપીમાં 10 ફેબ્રુ. પંજાબ-ઉત્તરાખંડ-ગોવામાં 14 ફેબ્રુ.એ વોટિંગ, 10 માર્ચે પરિણામ

11 Jan 2022.3:47 PM

  • પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર
  • યુપીમાં સાત તબક્કાનું મતદાન, 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું વોટિંગ
  • પંજાબ,ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ 1-1 તબક્કાનું વોટિંગ
  • મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં મતદાન
  • 10 માર્ચે તમામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ
  • મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ કુમાર ચંદ્રાએ તારીખોની જાહેરાત કરી

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
Click here to get the latest updates on State Elections 2022

મુખ્ય ચૂંટણી કમિશનરે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. રાજધાની નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ કુમાર ચંદ્રાએ જણાવ્યું કે યુપીમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ શરુ થશે. પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 1-1 તબક્કાનું તો મણિપુરમાં 2 તબક્કામાં મતદાન યોજાશે, તમામ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 10 માર્ચે જાહેર કરી દેવાશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે કોરોનાની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરાવીને વિધાનસભાની ચૂંટણી કરાવાશે.

યુપીમાં સાત તબક્કામાં મતદાન

યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું, 14 ફેબ્રુઆરીએ બીજા, 22 ફેબ્રુઆરીએ ત્રીજા, 23 ફેબ્રુઆરીએ ચોથા, 27 ફેબ્રુઆરીએ પાંચમા, 3 માર્ચે છઠ્ઠા, 7 માર્ચે અંતિમ સાતમા તબક્કાનું મતદાન યોજાશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે.

પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ 1-1 તબક્કામાં વોટિંગ

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ એક તબક્કામાં વોટિંગ થશે.

મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તબક્કામાં મતદાન

મુુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે મણિપુરમાં બે તબક્કાનું મતદાન યોજાશે. મણિપુરમાં 27 ફેબ્રુઆરીએ પહેલા અને 3 માર્ચે એમ બે તબક્કામાં મતદાન યોજાશે.

10 માર્ચે તમામ વિધાનસભાના પરિણામ

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે 10 માર્ચે તમામ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરી દેવાશે.

5 રાજ્યોની 690 વિધાનસભામાં ચૂંટણી- મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા

આ તબક્કે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે કોરોના કાળમાં ચૂંટણી કરાવવી પડકારજનક છે. તેમણે કહ્યું કે કોરોનાના ગાઈડલાઈન પ્રમાણે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે દેશમાં 5 રાજ્યોની 690 વિધાનસભામાં ચૂંટણી કરાવવામાં આવશે. 18.34 કરોડ મતદાતાઓ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. તેમણે કહ્યું કે કોરોનાની વચ્ચે ચૂંટણી કરાવવા માટે નવા પ્રોટોકોલ લાગુ પાડવામાં આવશે.

15મી જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારની રાજકીય રેલીને મંજૂરી નહીં

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે તમામ નેતાઓને વર્ચ્યુઅલી પ્રચાર કરવા માટેની સલાહ, કોઈ પણ પ્રકારનાં રોડ-શો અને પદયાત્રાને મંજૂરી નહીં અપાય. તેમણે કહ્યું કે 15મી જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારની રાજકીય રેલીને મંજૂરી નહીં મળે.

મુખ્ય ચૂંટણી કમિશનરના ભાષણની મહત્વની બાબતો

  • કોરોના નિયમોની સાથે ચૂંટણી કરાવાશે
  • પોલિંગ બૂથ પર માસ્ક, સેનિટાઈઝર વગેરે આપવામાં આવશે.
  • થર્મલ સ્કેનિંગની પણ વ્યવસ્થા કરાઈ છે.
  • 16 ટકા પોલિગ બૂથ વધારાયા
  • 2.15 લાખથી વધારે પોલિંગ સ્ટેશન બનાવાયા છે
  • એક પોલિંગ સ્ટેશન પર વધારેમાં વધારે મતદાતોની સંખ્યા 1500 કરાઈ છે.
  • 80 વર્ષથી વધુ ઉંમરના લોકો, દિવ્યાંગો અને કોરોના પોઝિટીવ લોકોને ઘેરબેઠા વોટિંગની સુવિધા મળશે
  • કોવિડ પોઝિટીવ લોકો માટે બેલેટ વોટિંગની સુવિધા

રાજકીય દળો માટે ગાઈડલાઈન્સ
(1) તમામ કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરાવાશે.
(2) રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડની જાહેરાત કરવામાં આવશે.
(3) ઉમેદવારે પોતાનો ગુનાહિત ઈતિહાસ દેખાડવો પડશે.
(4) ઉમેદવારો યુપી, પંજાબ અને ઉત્તરાખંડમાં 40 લાખ રુપિયનો ખર્ચ કરી શકશે
(5) મણિપુર અને ગોવામાં આ ખર્ચની સીમા 28 લાખ રુપિયા હશે.

પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ
ચૂંટણીની તારીખો જાહેર થતા જ આ પાંચ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags