VTV News

1.2M Followers

બોર્ડર / VIDEO : ધન્ય છે વીર જવાનને! ભારે બરફવર્ષામાં સરહદની ચોકી કરી રહ્યાં છે, વીડિયો જોઈને સલામી આપી ઉઠશો

08 Jan 2022.2:59 PM

  • બરફવર્ષમાં સરહદની રખેવાળી કરી રહેલા જવાનનો વીડિયો વાયરલ
  • જવાન ઘૂંટણ સુધી બરફમાં
  • ચારે બાજુએ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે
  • જવાન નિર્ભય થઈને બરફમાં ચોકી કરી રહ્યો છે

આપણા બહાદુર જવાનો કેવી વિષમ પરિસ્થિતિમાં સરહદની રખેવાળી કરી રહ્યાં છે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.

વીડિયો જોઈને તમે આપણા બહાદુર જવાનોને જરુરથી સલામ આપશો. હાલમાં ગાત્રો થીજાવી દેતી ઠંડી પડી રહી છે. ઠંડીએ એટલી હદ સુધી સામ્રાજ્ય ફેલાવ્યું છે કે ઘરની બહાર નીકળી શકાતુ નથી. આવી સ્થિતિમાં લોકો ઘરમાં ધાબળા ઓઢીને પડ્યાં રહે છે પરંતુ તમારે ભારતીય જવાનનો આ વીડિયો જોવો જોઈએ. વીડિયો જોઈને તમને ખબર પડી શકે કે ઠંડી કોનું નામ છે અને જવાનની વર્દી આ ઠંડીથી ગભરાતી નથી પરંતુ તેનો જોરદાર સામનો કરે છે.

જવાન ઘૂંટણ સુધી બરફમાં
સંરક્ષણ મંત્રાલયના પેજ પરથી વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક જવાન તેની પોસ્ટ પર તહેનાત છે. ઘણો બધા બરફ જમેલો છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જવાન ઘૂંટણ સુધી બરફમાં છે. આ વીડિયો કાશ્મીર બોર્ડરનો હોવાનું કહેવાય છે. આ વીડિયો 2 લાખથી પણ વધારે વ્યુ મળ્યાં છે.

જવાનોનો આભાર માન્યો લોકોએ
વીડિયો જોયા બાદ લોકો ભાવુક થયા હતા. ઘણા યુઝર્સે જવાનની હિંમતને બિરદાવીને તેમને સેલ્યુટ કરી હતી.લોકોએ દેશની પળે પળે રક્ષા કરવા માટે જવાનનો આભાર માન્યો. લોકોએ દેશ કાજે રક્ષા કરી રહેલા જવાનોને વંદન કર્યું અને અતિ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટકી રહીને સરહદની રખેવાળી કરવા બદલ તેમને સલામી આપી.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags