VTV News

1.2M Followers

BIG BREAKING / GTUની તમામ પરીક્ષાઓ મોકૂફ, ગુજરાત યુનિવર્સિટીએ પણ લીધો મોટો નિર્ણય

11 Jan 2022.1:12 PM

  • ગુજરાત યુનિ.માં ઓનલાઈન પરીક્ષા, વિધાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય
  • વિદ્યાર્થી ઈચ્છે તે વિકલ્પ રાખી શકશે
  • GTUએ 20 જાન્યુઆરીથી શરૂ થનારી પરીક્ષા રાખી મોકૂફ

ત્રીજી લહેરની ચિંતા વચ્ચે કોલેજોની પરીક્ષા ઓનલાઈન યોજાશે
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનાં કારણે ભયંકર તાંડવ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

રાજ્યમાં કોરોના કેસનાં આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ફરીવાર શિક્ષણ જગત પર પણ કોરોના વાયરસની ગંભીર અસર પડી છે. ફરી એકવાર પરીક્ષાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં આશંકાઓ જાગી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત યુનિ.માં ઓફલાઇન સાથે ઓનલાઇન પરીક્ષા યોજશે
ત્રીજી લહેરનાં કારણે હવે ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં ઓનલાઈન પરીક્ષાને લઈને સંપૂર્ણ વિગતો અને કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. GTU બાદ ગુજરાત યુનિવર્સિટીએ પણ પોતાનો નિર્ણય બદલ્યો છે અને ઓફલાઇનની સાથે સાથે ઓનલાઈનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ પહેલા યુનિવર્સિટીએ માત્ર ઓફલાઇન પરીક્ષાનું જ આયોજન કર્યું હતું.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ પરીક્ષા રાખી મોકૂફ
બીજા મોટા સમાચાર છે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ત્રીજી લહેરનાં કારણે 20મી જાન્યુઆરીથી શરૂ થતી તમામ પરીક્ષાઓને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. સાંગામી સમયમાં નવી તારીખોને વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

ગુણોત્સવ કાર્યક્રમ રદ કરવાની માગ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે લખ્યો પત્ર
આ સિવાય રાજ્યમાં ગુણોત્સવ કાર્યક્રમ પણ રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં શિક્ષણ બંધ હોવાથી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે સરકારને પત્ર લખીને ગુણોત્સવ રદ્દ કરવાની માંગ કરી છે. આ સિવાય શેરી શિક્ષણ આપવું પણ જોખમી હોવાનું જણાવવામાં આવ્યું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags