VTV News

1.2M Followers

ખુશખબર / GOOD NEWS : રિટાયર થઈ રહેલા કર્મચારીઓને મળી મોટી ભેટ, કેન્દ્રના આ નિર્ણયથી મળશે લાભ જ લાભ

12 Jan 2022.5:56 PM

  • રિટાયર થનાર કેન્દ્રીય કર્મચારીઓને મળી મોટી ભેટ
  • કેન્દ્ર સરકારે કમ્પોઝિટ ટ્રાન્સફર ગ્રાન્ટ રુલ્સમાં કર્યો ફેરફાર
  • લાખો કેન્દ્રીય કર્મચારીઓને મળશે ફાયદો

કેન્દ્ર સરકારે રિટાયર થઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સમગ્ર સ્થળાંતરણ ગ્રાન્ટ નિયમમાં ફેરફાર કર્યો છે.

સમગ્ર સ્થળાંતરણ ગ્રાન્ટ નિયમમાં ફેરફાર કારણે લાખો કર્મચારીઓને લાભ મળશે.

શું ફેરફાર થયો સમગ્ર સ્થળાંતરણ ગ્રાન્ટ નિયમમાં
રિટાયર થનાર કર્મચારી ડ્યુટીના છેલ્લા સ્થળ અથવા 20 કિલોમીટરથી વધારે દૂરના સ્થળે રહેતો હોય તેવી CTGની મર્યાદા કેન્દ્ર સરકારે હટાવી દીધી છે. અત્યાર સુધી તો ડ્યુટીના છેલ્લા સ્થળે અથવા તો 20 કિલોમીટરથી વધારે દૂરના વિસ્તારમાં ન રહેતા હોય તેવા કર્મચારીને કેન્દ્ર સરકાર એક તૃતિયાંશ CTG ચુકવણી કરે છે

બીજા સ્થળે રહેવા માટે લઈ શકશે પૂરી CTG
સરકારના આ સુધારિત નિયમ પ્રમાણે હવેથી કેન્દ્રીય કર્મચારી રિટાયર થયા બાદ અંતિમ સ્થળે અથવા તો બીજા કોઈ સ્થળે રહેવા માટે પૂરી CTG લઈ શકશે. (છેલ્લા મહિનાના મૂળ પગારના 80 ટકા) જોકે ગ્રાન્ટનો દાવો કરવા માટે રહેઠાણનું સાચું એડ્રેસ સામેલ હોવું જોઈએ. બીજી બાજુ જે કર્મચારી બીજા સ્થળે રહેવાનો નિર્ણય કરે તો તેઓ 100 ટકા CTG પ્રાપ્ત કરી શકે છે.

આ લોકોને મળે છે મૂળ પગારના 100 ટકા CTG
હાલમાં છેલ્લા પગારના મૂળ વેતનના 80 ટકા હિસ્સાને આધારે સીટીજી કેન્દ્ર સરકારની પાસે જમા કરાય છે જોકે આંદોમાન અને નિકોબાર અને લક્ષ્‍યદીપના વિસ્તારમાં અથવા તો બહાર રહેતા કર્મચારીઓને રિટાયર થયા બાદ મૂળ પગારના 100 ટકા મળે છે.

ખર્ચ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું
નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે 6 જાન્યુઆરીની એક સૂચનામાં જણાવ્યું હતું કે CTGના હેતુ માટે નિવૃત્તિ પછી ફરજના છેલ્લા સ્ટેશનથી આગળ 20 કિમીની શરત દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્તિ પછી, ફરજના છેલ્લા સ્ટેશન અથવા ફરજના છેલ્લા સ્ટેશન સિવાયના સ્ટેશન પર સ્થાયી થવા માટે સંપૂર્ણ CTG (ગત મહિનાના મૂળ પગારના 80 ટકા) સ્વીકાર્ય રહેશે.

આ રીતે તમે CTG માટે દાવો કરી શકો છો
CTG એ સરકાર દ્વારા આપવામાં આવતી એક વખતની ગ્રાન્ટ છે. આ ફરજના છેલ્લા સ્ટેશનથી નિવૃત્ત કર્મચારીઓને ખસેડવામાં મદદ કરે છે. આનો દાવો કરવા માટે, કેન્દ્ર સરકારના કર્મચારીઓએ નિર્ધારિત ફોર્મેટમાં રહેઠાણના ફેરફાર અંગે સ્વ-ઘોષણા પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. ત્યાર બાદ જ ક્લેમ ચૂકવી શકાશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags