વાત્સલ્યમ્ સમાચાર

7.1k Followers

મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતનો પરિપત્ર આખરે રદ્દ થયો, જિલ્લા તથા રાજયસંઘની રજૂઆત ફળી : નિર્ણયને આવકાર

13 Jan 2022.9:33 PM

વાત્સલ્યમ્ સમાચાર, કચ્છ

તાજેતરમાં કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ ફરજિયાત પણે જે તે શાળાના સિનિયર શિક્ષકને લેવા અને ચાર્જ ન લેનાર શિક્ષકને તેના ખાનગી અહેવાલમાં તેની નોંધ કરવાની તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ / બઢતી અટકાવવાની કે પરત લેવાની ચીમકી આપવામાં આવી હતી.

આ પત્રના કારણે સબંધિત શિક્ષકોમાં ચિંતા વ્યાપી હતી. સબંધિતો દ્વારા આ બાબતે શિક્ષક સંગઠન પાસે રજૂઆત આવતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના હોદ્દેદારો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રૂબરૂ મળી આ બાબતે રજૂઆત કરી આ વિવાદિત પત્ર પરત ખેંચવા માંગ કરી હતી. આ સાથે જિલ્લા શિક્ષક સમાજ દ્વારા આ બાબતે રાજ્ય સંઘ પાસે રજૂઆત કરતા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મંત્રી સતીશ પટેલ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. મહેશ જોષી સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે સામાન્ય રીતે આખી શાળામાંથી કોઈ પણ શિક્ષક મુ. શિ.નો ચાર્જ લેવા તૈયાર ન થાય તેવા કિસ્સામાં જ શાળા સંચાલન માટે ફરજિયાત પણે સિનિયર શિક્ષક ને ચાર્જ સોંપી શકાય બાકી સ્વેચ્છાએ તો શાળાનો કોઈ પણ શિક્ષક ચાર્જ લઈ શકે. ચાર્જ ન લેનારની બઢતી કે ઇજાફો કોઈ પણ સંજોગોમાં અટકાવી શકાય નહીં રજૂઆતના પગલે નિયામકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સૂચના આપતા કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ દ્વારા આજે મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતનો તાજેતરનો પત્ર રદ્દ કરવામાં આવ્યો છે જેની જાણ જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને લેખિત સ્વરૂપે કરી દેવાઈ છે. પરિપત્ર રદ્દ કરવાના આ નિર્ણયને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહીર, હરિસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિલાસબા જાડેજા સહિતના હોદ્દેદારો દ્વારા આવકારાયો છે. પરિપત્રની જાણ થતાં સબંધિત શિક્ષકોમાં રાહતની લાગણી વ્યાપી છે તેઓએ આ માટે શિક્ષક સંઘના હોદ્દેદારો તથા અધિકારીઓનો આભાર માન્યો હતો.

Post Views: 214

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશના સમાચારો મેળવવા માટે આ ચેનલ ને જોઇન કરો....

....
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Vatsalyam Samachar

#Hashtags