શું ખબર

8.9k Followers

નવા વર્ષે સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર કર્મીઓના ડીએ અને ડીઆરમાં ૩ ટકાનો વધારો કરાયો

15 Jan 2022.10:36 AM

નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે નવા વર્ષે કર્મચારીઓ માટે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. સરકારે એકવાર ફરી કર્મચારીઓના ડીએ અને ડીઆરમાં ૩ટકાનો વધારો કર્યો છે. આ વધારો ૧ જુલાઈ ૨૦૨૧થી લાગૂ રહેશે. કર્મચારીઓની વચ્ચે આ જાહેરાત બાદ ખુશીનું મોજું ફરી વળ્યું છે. જાેકે, કેન્દ્ર સરકારે પહેલાથી જ પોતાના કર્મચારીઓના ડીએ (ડીએ વધારા)ને ૩૧ ટકા કરી દીધું છે.

હવે આ ક્રમમાં ઓડિશા રાજ્ય સરકારે પણ કર્મચારીઓના ડીએ અને ડીઆરમાં વધારો કર્યો છે. હવે ઓડિશાના કર્મચારીઓને પણ કેન્દ્રિય કર્મચારીઓની જેમ ૩૧ ટકા ડીએ અને ડીઆરનો લાભ મળશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે શુક્રવારે રાજ્યના કર્મચારીઓ અને પેન્શનકારોને મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ ર્નિણયથી રાજ્યના લગભગ ૭.૫ લાખ કર્મચારીઓ અને પેન્શનકારોને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને ૩૦ ટકાનું એરિયર્સ આપવાનો ર્નિણય કર્યો છે.

કર્મચારીઓને જાન્યુઆરી ૨૦૧૬ થી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચે વધેલા વેતનના ૫૦ ટકાનું એરિયર્સ મળશે. આ ર્નિણયથી રાજ્યના છ લાખ કર્મચારીઓને ફાયદો થશે. એટલે કે નવા વર્ષની શરૂઆતથી જ કર્મચારીઓનું વર્ષ સુધરી ગયું છે. રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા વધારા બાદ હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનું મૂળ વેતનનો ૩૦ ટકા થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ વધારો એક જુલાઈ ૨૦૨૧થી લાગૂ થશે. બીજી બાજુ, કેન્દ્ર સરકાર પણ એકવાર ફરી કેન્દ્રિય કર્મચારીઓના ડીએમાં વધારો કરી શકે છે. એઆઈસીપીઆઈ ઈન્ડેક્સના આંકડા જાેઈએ તો સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી મોંઘવારી ભથ્થું ૩૩ ટકા થઈ ચૂક્યું છે. એટલે કે આ હિસાબે તેમાં ૨ ટકાનો વધારો થઈ ચૂક્યો છે. જાેકે, હાલ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા સામે આવ્યા નથી. આશા કરવામાં આવી રહી છે કે તેમાં ૧ ટકાનો વધુ વધારો થઈ શકે છે. જાે ડિસેમ્બર ૨૦૨૧ સુધી સીપીઆઈ(આઈડબલ્યુ)ના આંકડા ૧૨૫ સુધી રહે છે તો મોંઘવારીના ભથ્થામાં ૩ ટકાનો વધારો નિશ્ચિત છે. એટલે કે કુલ ડીએ ૩ટકા વધીને ૩૪ ટકા થઈ જશે. તેનું ચૂકવણી જાન્યુઆરી ૨૦૨૨થી થશે અને કેન્દ્રિય કર્મચારીઓની સેલેરીમાં વધારો થઈ જશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Shu Khabar

#Hashtags