VTV News

1.2M Followers

કોરોના / કોઇપણ વ્યક્તિને જબરદસ્તીથી વેક્સિન ન આપી શકાય, વેક્સિનેશન સર્ટિ. સાથે રાખવું પણ નથી ફરજિયાતઃ કેન્દ્રની સ્પષ્ટતા

17 Jan 2022.10:47 PM

  • કોઇ પણ વ્યક્તિને જબરદસ્તીથી વેક્સિન આપી શકાય નહી: સરકાર
  • આવી કોઇ પણ SOP અમે જાહેર નથી કરીઃ સરકાર
  • વેક્સિનેશન સર્ટિફિકેટ ફરજિયાત સાથે રાખવા મુદ્દે કોઇ SOP નથી

દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાનને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. તેના એક દિવસ બાદ કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલ કોરોના વેક્સિનેશન ગાઇડલાઇનમાં કોઇ વ્યક્તિની સહમતિ વગર તેનું જબરદસ્તી વેક્સિનેશન કરવાની વાત નથી કહેવામાં આવી.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

દિવ્યાંગોને વેક્સિનેશન પ્રમાણપત્ર બતાવવાની છૂટ આપવા મામલે કેન્દ્રએ કોર્ટને કહ્યું કે, તેમણે એવી કોઈ પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા(SOP) જાહેર નથી કરી, જે કોઈ ઉદ્દેશ્ય માટે વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે રાખવાને ફરજીયાત બતાવતી હોય.

કેન્દ્રએ બિન સરકારી સંગઠન દ્વારા ફાઉન્ડેશનની એક અરજીના જવાબમાં દાખલ પોતાના સોગંદનામામાં આ વાત કહી. અરજીમાં ઘરે-ઘરે જઇને પ્રાથમિકતાના આધારે દિવ્યાંગોના વેક્સિનેશન કરવાની અપીલ કરવામાં આવી છે.

સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ ગાઇડલાઇન સંબંધિત વ્યક્તિની સહમતિ પ્રાપ્ત કર્યા વિના જબરદસ્તી વેક્સિનેશનની વાત ન કહી શકે.

અત્યાર સુધીમાં 156 કરોડથી વધુ કોરોનાના અપાયા ડોઝ

સોમવારે કોરોના વેક્સિનેશન અભિયાનને 1 વર્ષ પૂર્ણ થઇ ગયું છે. આની સાથે જ દેશના 156 કરોડ ડોઝનો આંકડો પાર કરી લેવાયો છે. અભિયાન 16 જાન્યુઆરી 2021થી શરૂ થયું હતું, જે પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય કર્મીઓને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય કર્મચારીઓ માટે રસીકરણ 2 ફેબ્રુારીએ શરૂ થયું. કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપી શકાય જેમને અન્ય ગંભીર બીમારીઓ હતો. અભિયાનના આગામી તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના તે લોકોની રસી લગાવવામાં આવી જેમને અન્ય ગંભીર બિમારીઓ હતી. અભિયાનના આગામી તબક્કામાં 45 વર્ષથી ઉપર તમામ લોકોની રસીકરણ 1 એપ્રિલથી શરૂ થઇ હતી. સરકારે 18 વર્ષથી ઉપરના તમામ લોકોના રસીકરણને મંજૂરી આપવાનું અભિયાન 1 મે 2021થી હજુ વધારવામાં આવ્યું હતું.

ત્યારબાદ 15થી 18 ઉંમરના બાળકો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનનો આગામી તબક્કો આ વર્ષના 3 જાન્યુઆરીથી શરૂ થયો. ભારતે સ્વાસ્થ્ય સંભાળ અને આવી કામગીરી સાથે જોડાયેલા પહેલી હરોળના કાર્યકર્તાઓને કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનું 10 જાન્યુઆરીથી શરૂ કરી દીધું, જેમાં મતદાનવાળા 5 રાજ્યોમાં તૈનાત મતદાન કર્મી અને 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને સામેલ કરાયા છે. કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના સંક્રમણને રોકવાની કવાયત હેઠળ આ ડોઝ આપવામાં આવી રહ્યો છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags