GSTV

1.3M Followers

ગુજરાતીઓ હવે ચેતી જજો / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 654 કોરોના કેસ, ઓમિક્રોનના નવા 16 કેસથી ખળભળાટ

31 Dec 2021.7:47 PM

Last Updated on December 31, 2021 by Pritesh Mehta

ગુજરાતમાં કોરોના વાયરસ ફરી કહેર મચાવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના નવા 654 કેસ સામે આવ્યા છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ઓમિક્રોનના નવા 16 કેસ નોંધાયા છે. તો અમદાવાદ ફરી રેકોર્ડ બ્રેક કરતુ જોવા મળી રહ્યું છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 311 કેસ સામે આવ્યા છે. તો કુલ 63 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એકપણ દર્દીનું મોત થયું નથી.

તો અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતથી સામે આવ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણના 97 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 37 કોરોના કેસ નોંધાયા છે. તો કોરોના કેસની સાથે હવે કોરોના વાયરસના નવા વેરિયંટ ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 16 નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 6 કેસ, સુરત અને આનંદમાં 3-3 કેસ, અમરેલી બનાસકાંઠા ભરૂચ અને જૂનાગઢમાં 1-1 ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. તો નવા કેસની સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 113 થઇ ગઈ છે જેમાંથી 54 દર્દીઓને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે.

તો અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોના સંક્રમણના વધતા કેસને લઈને શહેરમાં નવા કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કર્યા છે. મનપા સ્વરા કુલ 9 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં, શાહીબાગ, નિકોલ, ગોતા, દાણીલીમડા, વાસણા, નવરંગપુરાના વિસ્તારો સામેલ છે.

રાજ્યમાં કોરોનાની સાથે ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 7 દર્દીઓ સારવાર હેઠળ છે. વધતા સંક્રમણ વચ્ચે તબીબોએ બેદરકાર ન રહેવાની સલાહ આપી હતી. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા તબીબોએ અપિલ કરી હતી. તબીબોના જણાવ્યા મુજબ ઓમિક્રોન વેરિયન્ટમાં મ્યુટેશન વધારે હોવાથી ફેલાવો થઈ રહ્યો છે. વધારે નુકશાન ન થતું હોવાથી 75 ટકા લોકોને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags