GSTV

1.3M Followers

Viral/ આ જવાનના જબરદસ્ત સ્ટંટ જોઇને વિદ્યુત જામવાલના પણ ઉડી ગયા હોશ, સોશિયલ મીડિયા પર છવાયો વીડિયો

05 Jan 2022.1:21 PM

Last Updated on January 5, 2022 by Bansari

શાનદાર સ્ટંટ કરવા માટે ફેમસ એક્ટર વિદ્યુત જામવાલે દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં નામના મેળવી છે. વિદ્યુત જામવાલને દુનિયાભરના ટૉપ સિક્સ માર્શલ આર્ટ કલાકારોની લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત વિદ્યુત એકમાત્ર એવો ભારતીય છે જેને લ્યૂપરની ક્યૂરેટ કરવામાં આવેલી પ્રેસ્ટીજિયસ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.

વિદ્યુત જામવાલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક જબરદસ્ત સ્ટંટ વીડીયો શેર કર્યો છે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેને જોઇને દંગ રહી ગયા છે.

વાયરલ થઇ રહ્યો છે જવાનનો વીડિયો

આ વીડિયોમાં એક જવાન જોવા મળી રહ્યો છે જેણે આર્મીનો યુનિફોર્મ પહેર્યો છે. આ જવાનના સ્ટંટ જોઇને કોઇની પણ આંખો પહોળી થઇ જાય. જવાન પહેલા સ્ટંટમાં એક વાંસના લાકડાને જમીનથી ઉપર તરફ ત્રાસુ ઉભુ રાખે છે અને પછી પોતે તેના પર ચડીને જબરદસ્ત બેલેન્સ કરતા જોવા મળી રહ્યો છે. બીજા સ્ટંટમાં તે દવામાં ઉડીને સરળતાથી સ્ટંટ કરતા જોવા મળી રહ્યો છે. તે પછીના સ્ટંટમાં તે 3 કાચની બોટલો પર પોતાના બંને પગ અને એક હાથ રાખીને પુશઅપ્સ કરતા જોવા મળી રહ્યો છે.

આ વીડિયોને જોઇને લોકો પૂછી રહ્યા છે કે આ કોણ છે ભાઇ. વિદ્યુત જામવાલે જે જવાનનો વીડિયો શેર કર્યો છે તેનું નામ અનમોલ ચૌધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અનમોલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના સ્ટંટના અનેક વીડિયો શેર કર્યા છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags