VTV News

1.2M Followers

BIG BREAKING / ગુજરાત સરકારે મોકૂફ કરી વાઇબ્રન્ટ સમિટ, કોરોના વાયરસને કારણે લેવાયો નિર્ણય

06 Jan 2022.12:19 PM

  • વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વના સમાચાર
  • કોરોના સંક્રમણને જોતા વાયબ્રન્ટ સમિટ મોકૂફ
  • ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે

વાયબ્રન્ટ સમિટને લઈને મહત્વના સમાચાર

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનું સતત સંક્રમણ વધી રહ્યું છે.

સંક્રમણ વધતાની સાથે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત વાયબ્રાન્ટ સમિટ મોકૂફ રખવાનો નિર્ણય રદ કરાયો છે. મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને આ નિર્ણય કરાયો છે. વાયબ્રાન્ટ સમિટમાં દેશ વિદેશથી મહેમાનો આવવાના હતા. વાયબ્રાન્ટ રદ કરવા માટે અનેક લોકો માંગ કરી ચૂક્યા છે. આખરે રાજ્ય સરકારે મોટે મેળાવડો યોજવાનો નિર્ણય રદ્દ કર્યો

આ સમિટમાં PM મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતાં

ગાંધીનગરમાં આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની દસમી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો હતો. આ ગ્લોબલ સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. આ ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિઓ તેમજ બિઝનેસમેન પણ હાજર રહેવાના હતા.

ઓમિક્રોનના કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાનો કહેર

ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે બુધવારે 3350 નવા કેસ સામે આવતા સરકાર, તંત્ર, અને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags