VTV News

1.2M Followers

અમદાવાદ / લકી ડ્રોઃ વેક્સિન લેનાર 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને AMC આપશે iPhone

18 Jan 2022.9:20 PM

  • વેક્સીન લેનાર 15થી 17 વર્ષના યુવાઓને iPHONE
  • યુવાઓને આકર્ષિત કરવા મહાપાલિકાનો નિર્ણય
  • આ પહેલા પણ સ્માર્ટ ફોન, તેલ જેવી સ્કીમને પ્રતિસાદ

અમદાવાદ મહાનગર પાલિકાએ તરુણોને આકર્ષિત કરવાના હેતુસર એક નવી યોજના બહાર પાડી છે. જેમાં 15થી 17 વર્ષના વિદ્યાર્થીઓને વેકસીન લેવા માટે પ્રોત્સાહિત કરવા એક નિર્ણય લેવાયો છે.

આ મુજબ, વેક્સીન લેનાર પાંચ તરુણોને AMC લકી ડ્રો દ્વારા iPHONE આપશે. 24 જાન્યુઆરી સુધીમાં વેકસીન લેનાર વિદ્યાર્થીઓને લાભ મળશે. 3 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધીમાં વેકસીન લેનાર વિદ્યાર્થીઓનો લકી ડ્રો થશે

દિવાળી પૂર્વે પણ AMCની આ હતી યોજના

કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે હાલ સૌથી મોટું હથિયાર હોય તો તે વેક્સિન છે. ભારતમાં હાલ મોટા પાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે. વિશ્વમાં સૌથી વધારે વેક્સિન આજે ભારતમાં અપાઈ રહી છે. ત્યારે હવે અમદાવાદમાં વેક્સિનેશન માટે મનપા દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દિવાળી પહેલા 100 ટકા વેક્સિનેશનનો મનપાનો ટાર્ગેટ છે. અત્યાર સુધી 95 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. તો 50 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ અપાયા છે. તો અમદાવાદ શહેરમાં શહેરમાં અત્યાર સુધી વેક્સિનનો પહેલો ડોઝ 45.75 લાખ અને બીજો ડોઝ 23.30 લાખને અપાયો છે. આમ શહેરમાં અત્યાર સુધી કુલ 69.05 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે.

જોકે હજુ એવા કેટલાક લોકો છે જે વેક્સિન લેવા માટે આવતા નથી. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં રસીકરણ મંદ ગતિએ ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં એક નવતર પ્રયોગ શરૂ કરાયો છે. આ પ્રયોગના સફળ પરિણામ પણ મળ્યા છે.

શું છે આ સફળ પ્રયોગ

અમદાવાદમાં વેક્સિનેશનને અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદમાં વેક્સિનેશન વધારવા લકી ડ્રો સ્કીમ શરૂ કરાશે. લકી ડ્રોમાં વિજેતાઓને 25 સ્માર્ટ ફોન આપવામાં આવશે. હાલ સ્લમ વિસ્તારમાં વેક્સિન લેનારને ખાદ્યતેલ અપાઇ રહ્યું છે. તો આ અંગે AMCના આરોગ્ય અધિકારી ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, હાલ 20 હજાર લિટર કરતા વધુ ઓઈલ આપવામાં આવી રહ્યું છે. બે દિવસમાં લકી ડ્રો વિજેતાઓને ફોન આપવામાં આપવામાં આવશે

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags