ABP અસ્મિતા

414k Followers

ગુજરાતમાં કોરોના મૃત્યુને લઈ મોટો ખુલાસોઃ કોરોના મૃત્યુ સહાય માટે 1,02,230 અરજીઓ આવી, 87,045 અરજીઓ મંજુર

04 Feb 2022.10:12 AM

અમદાવાદઃ કોરોના મૃત્યુ સહાય મુદ્દે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી વિગતો. સરકારી ચોપડે નોંધાયેલ 10579 મૃત્યુ સામે કોરોના મૃત્યુ સહાય માટે 102230 અરજીઓ આવી. રાજ્ય સરકારે 87045 અરજીઓ મંજુર કરી. કોરોનાના કારણે મૃત્યુ થયું હોય અથવા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોય અને એક મહિનામાં મૃત્યુ થયું હોય એવા દર્દીના મોતને કોરોના મૃત્યુ ગણીને સહાય ચૂકવવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજ્ય સરકારના જ આંકડા પ્રમાણે 1 લાખથી વધુ પરિવારોએ પોતાના પરિજનના કોરોના મૃત્યુ અંગે નોંધાવ્યા દાવા. જેમાંથી 87,000થી વધુ મોત સુપ્રીમના નિર્દેશ પ્રમાણે સરકારે કોરોના મૃત્યુ ગણ્યા, અરજીઓ મંજુર કરી. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7606 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 63,564 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 266 લોકો વેન્ટીલેટર પર છે. 63,298 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,11,394 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,579 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 13,195 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 34 મોત થયા. આજે 3,87,645 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3118, વડોદરા કોર્પોરેશનમાં 1127, ગાંધીનગર કોર્પોરેશનમાં 354, વડોદરામાં 286, રાજકોટ કોર્પોરેશનમાં 238, મહેસાણામાં 230, સુરત કોર્પોરેશનમાં 227, રાજકોટમાં 172, ગાંધીનગરમાં 171, સુરતમાં 162, આણંદમાં 151, બનાસકાંઠામાં 149, પાટણમાં 128, ખેડામાં 123, ભરૂચમાં 116, કચ્છમાં 111, સાબરકાંઠામાં 67, ભાવનગર કોર્પોરેશનમાં 65, નવસારીમાં 55, મોરબીમાં 53, તાપીમાં 53, જામનગર કોર્પોરેશનમાં 49, અમદાવાદમાં 47, વલસાડમાં 47, સુરેન્દ્રનગરમાં 42, પંચમહાલમાં 41, અમરેલીમાં 30, દાહોદમાં 27, દેવભૂમિ દ્રારકામાં 19, ભાવનગરમાં 18, અરવલ્લીમાં 17, ડાંગમાં 17, જૂનાગઢ કોર્પોરેશનમાં 16, મહીસાગરમાં 14, જામનગરમાં 13, જૂનાગઢમાં 13, છોટા ઉદેપુરમાં 11, પોરબંદરમાં 10, ગીર સોમનાથમાં 9, નર્મદામાં 6, બોટાદમાં 4 નવા કેસ નોંધાયા છે.

આજે કોરોનાના કારણે 34 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, ખેડામાં એક, ભરૂચમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, મોરબીમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, વલસાડમાં એક, પંચમહાલમાં એક, ભાવનગરમાં એક દર્દીનું મોત થયું છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: ABP Asmita

#Hashtags