VTV News

1.2M Followers

વાયરલ વીડિયો / VIDEO: મને ચિંતા થાય છે પપ્પાનું શું કરું? ભાવૂક થયેલી ઢીંગલીના શબ્દો સાંભળી ગળગળા થઈ જશો

05 Feb 2022.11:31 AM

પોતાના પિતાની ચિંતા કરી રહેલ એક પુત્રીનો વીડિયો લોકોને ભાવુક કરી રહ્યો છે, ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલ એક વીડિયોમાં, એક નાનકડી છોકરી પોતાના પિતા દ્વારા ન ખાવા પર રડતી જોવા મળી.

  • પિતાની ચિંતા કરતો પુત્રીનો ભાવુક વીડિયો વાયરલ
  • પુત્રીનો પ્રેમ જોઈ લોકોની આંખો ભરાઈ ગઈ
  • ' તો મમ્મી, માણસ જમશે તો ખરો ને.....'- પુત્રી

પિતાની ચિંતા કરતો પુત્રીનો ભાવુક વીડિયો
એક પિતા પોતાની પુત્રીને લઈને ચિંતા કરે તો તેને આશ્ચર્ય ન કહેવાય પરંતુ પોતાના પિતાની ચિંતા કરી રહેલ એક પુત્રીનો વીડિયો લોકોને ભાવુક કરી રહ્યો છે, ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલ એક વીડિયોમાં, એક નાનકડી છોકરી પોતાના પિતા દ્વારા ન ખાવા પર રડતી જોવા મળે છે.

બાળકીનાં આ વીડિયોએ લોકોને અંદરથી હલાવી મુક્યા છે. સોશ્યલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે 'પુત્રીઓ સૌથી સારી હોય છે.'

પુત્રીનો પ્રેમ જોઈ લોકોની આંખો ભરાઈ ગઈ
વાયરલ વીડિયોમાં પુત્રીને પિતાની ચિંતામાં રોતા જોઈ લોકોની આંખો ભરાઈ ગઈ. લોકો એ પણ લખી રહ્યા છે કે જેમને પુત્રીઓ બોજ લાગે છે તેઓ એક વાર આ વીડિયો જરૂર જુઓ. 2 મિનિટ 14 સેકન્ડના વીડિયો કલીપની શરૂઆત બાળકીના આંસુઓથી થાય છે. વીડિયોની શરૂઆતમાં બાળકીની માતા તેને પૂછે છે કે કેમ રોઈ રહી છો? શું થયું? માતા કહે છે કે 'મેં તો હજુ તમને કઈ કહ્યું પણ નથી.' આ સાંભળીને સ્કૂલ ડ્રેસમાં બેઠેલ પુત્રી તૂટેલા અવાજમાં કહે છે કે 'પહેલા તમે રેકોર્ડિંગ બંધ કરો, તો જ કહીશ.'

પપ્પાની ખૂબ જ યાદ આવે છે
જો કે આ પર બાળકીની માં કહે છે કે પહેલા કહે પછી રેકોર્ડિંગ બંધ કરીશ. ત્યાર બાદ બાળકી માની જાય છે તથા કહે છે કે 'મને પપ્પાની ખૂબ જ યાદ આવે છે.' આંખોમાં આંસુ ભરીને પુત્રી કહે છે કે પાપ્પા સમયસર જમતા નથી. તે રોઈ રોઈને પોતાની વાત માંને કહે છે.

' તો મમ્મી, માણસ જમશે તો ખરો ને.....'

જોકે આ દરમિયાન બાળકીની માં તેને આ સમજાવવાની કોશિશ કરે છે કે તેના પિતાને પોતાના ગ્રાહકોની સંભાળ લેવા માટે જમવાનું છોડવું પડ્યું, આ પર બાળકી કહે છે કે ' તો મામ્મી, માણસ જમશે તો ખરો ને.....તેઓ પણ જમે છે, તો મારા પપ્પા પણ તો જમશે ને.; પુત્રીનો ભાવુક કરવાવાળો વીડિયો શુક્રવારથી ખૂબ વાયરલ થઇ રહ્યો છે. બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડને લખ્યું કે 'મેરા બાબા, સો ક્યુટ, ગોડ બ્લેસ.'

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags