VTV News

1.2M Followers

3જી લહેરનો અંત / ગુજરાતમાં કોરોના હળવો પડ્યો..! ગત કલાકમાં 3,897 નવા કેસ, આ જિલ્લામાં આજે ન નોંધાયો એકપણ નવો કેસ

07 Feb 2022.8:24 PM

ગુજરાતમાં કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. શાળાઓ આવતીકાલથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 3897 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1263 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 147 કેસ તો રાજકોટ શહેરમાં 99 કેસ, વડોદરા શહેરમાં 777 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 113 કેસ, ભાવનગર શહેરમાં 36 કેસ સામે આવ્યા છે.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 19 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 10,273 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 44,618 સંખ્યા સુધી પહોંચી ગઈ છે.બોટાદ જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
અમદાવાદમાં સૌથી વધુ 1288 નવા પોઝિટિવ કેસ, વડોદરામાં 980 કેસ, સુરતમાં 284 કેસ, ગાંધીગરમાં 167 કેસ, રાજકોટમાં 166 કેસ, ભાવનગરમાં 38 કેસ, જામનગરમાં 26 કેસ, જૂનાગઢમાં 8 કેસ, મહેસાણામાં 186 કેસ, બનાસકાંઠામાં 139 કેસ, કચ્છમાં 131 કેસ, ખેડામાં 80 કેસ, આણંદ 59 કેસ, સાબરકાંઠા 52 કેસ, ભરૂચ 47 કેસ, પાટણ 33 કેસ, તાપી 31 કેસ, મોરબી 26 કેસ, નવસારીમાં 23 કેસ, વલસાડમાં 17 કેસ, અમરેલીમાં 16 કેસ, દાહોદમાં 15 કેસ, ગીર સોમનાથમાં 15 કેસ, દ્વારકામાં 13 કેસ, પંચમહામાં 13 કેસ, અરવલ્લીમાં 12 કેસ, ડાંગમાં 12 કેસ, નર્મદામાં 6 કેસ, સુરેન્દ્રનગરમાં 6 કેસ, મહીસાગરમાં 4 કેસ, છોટા ઉદેપુર અને પોરબંદરમાં 2-2 કેસ સામે આવ્યા છે.

હાલમાં 225 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી 11.44 લાખથી વધુ દર્દીઓએ કોરોને મ્હાત આપી છે. રાજ્યમાં 60,587 નાગરિકોનું રસીકરણ થતાં કુલ 9.96 કરોડ વેક્સિન ડોઝ આપી દેવાયા છે. ગુજરાતમાંથી કોરોનાથી રિકવરી રેટ વધી 95.39 ટકાએ પહોંચ્યો છે.

ચાર મોટા શહેરોમાં કોરોનાની સ્થિતિ

તારીખ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ
20 જાન્યુઆરી 9957 3709 3194 1521
21 જાન્યુઆરી 8804 2576 2841 1754
22 જાન્યુઆરી 8332 2488 3790 2029
23 જાન્યુઆરી 6277 2151 3355 621
24 જાન્યુઆરી 4441 1374 3255 1149
25 જાન્યુઆરી 5386 1476 3802 1649
26 જાન્યુઆરી 5325 1228 3016 1235
27 જાન્યુઆરી 4501 1094 2395 1276
28 જાન્યુઆરી 4124 1071 2517 1213
29 જાન્યુઆરી 4,066 879 2,257 982
30 જાન્યુઆરી 3653 642 2011 763
31 જાન્યુઆરી 2399 418 1045 777
01 ફેબ્રુઆરી 2702 394 2196 635
02 ફેબ્રુઆરી 3368 513 1921 478
03 ફેબ્રુઆરી 3165 389 1413 410
04 ફેબ્રુઆરી 1995 358 1512 372
05 ફેબ્રુઆરી 1484 339 1012 226
Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags