TV9 ગુજરાતી

412k Followers

વાદળો ઉપર બની રહ્યો છે વિશ્વનો સૌથી ઉંચો કમાન ચિનાબ પુલ , રેલ્વે મંત્રીએ શેર કર્યો ફોટો

08 Feb 2022.2:31 PM

Chenab Rail Bridge :સોમવારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા ફોટો શેર કર્યો છે. તસવીર શેર કરતા કેન્દ્રીય મંત્રી (Ashwini Vaishnaw)એ કેપ્શનમાં લખ્યું છે કે, 'વાદળો ઉપર વિશ્વનો સૌથી ઉંચો કમાન ચિનાબ પુલ.' આ પુલની ઉંચાઈ એટલી છે કે તેની નીચે વાદળો આવી ગયા છે.ચિનાબ (Chenab) નદી પર બની રહેલા આ પુલની ઉંચાઈ 359 મીટર છે.

આ પુલના નિર્માણ બાદ કાશ્મીર (Kashmir)ખીણ ભારતના બાકીના ભાગો સાથે જોડાઈ જશે. આ પુલનું નિર્માણ ભારત માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. આ રેલ્વે બ્રિજ આ વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો

કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (KRCL) ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ હેઠળ પડકારરૂપ 111-કિમીના પટ પર ચેનાબ પુલનું નિર્માણ કરી રહ્યું છે. તે રેલવે દ્વારા ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડશે.તમે આ બ્રિજની ઊંચાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તે એફિલ ટાવર (જેની ઊંચાઈ 324 મીટર છે) કરતાં 35 મીટર ઊંચો હશે. ચિનાબ બ્રિજની લંબાઇ 17 સ્પૈન સાથે 1,315 મીટર હશે, જેમાંથી ચિનાબ નદી પરની મુખ્ય કમાનની લંબાઈ 467 મીટર હશે.

જમ્મુ-કાશ્મીરના હવામાનની તેના પર કોઈ અસર નહીં થાય

સરકારનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે. તેની ડિઝાઇન તે પ્રકારની છે કે તે 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાનો સામનો કરી શકે છે.આ પુલની બીજી સૌથી મહત્વની ટેકનિકલ વિશેષતા એ છે કે જે સ્ટ્રક્ચરલ સ્ટીલમાંથી પુલ બનાવવામાં આવ્યો છે તે -10 °C થી 40 °C સુધીના તાપમાનનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે, જમ્મુ-કાશ્મીરના હવામાનની તેના પર કોઈ અસર નહીં થાય અને બ્રિજ કોઈપણ મુશ્કેલી વિના ચાલુ રહેશે.

UP Assembly Election: યુપીમાં પ્રથમ તબક્કા માટે પ્રચાર આજે સમાપ્ત થશે, 10 ફેબ્રુઆરીએ મતદાન, ભાજપ આજે લોક કલ્યાણ સંકલ્પ પત્ર બહાર પાડશે

U19 World Cup વિજેતા ટીમ ઇન્ડિયાનો આ યુવા ક્રિકેટર ATS અધિકારીનો પુત્ર, 16 વર્ષની ઉંમરે ગુજરાત અને સૌરાષ્ટ્ર સામે સદી અને બેવડી સદીથી ધમાલ મચાવી હતી

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags