TV9 ગુજરાતી

412k Followers

Lifestyle : શું તમને ખબર છે કે સોપારી દૂર કરી શકે છે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યા !

09 Feb 2022.09:01 AM

પાન કે ગુટખા બનાવવામાં સોપારીનો(Areca Nut ) વધુ ઉપયોગ થાય છે. એટલું જ નહીં પૂજા કે ધાર્મિક કાર્યક્રમોમાં તેનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય(Health ) માટે સોપારીનો આ ઉપયોગ તો મોટાભાગના લોકો જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ( Benefits ) મળી શકે છે.

કહેવાય છે કે સોપારીને આયુર્વેદિક ઔષધિ પણ માનવામાં આવે છે. જો જોવામાં આવે તો સોપારીને અનેક રોગોની સારવારમાં અસરકારક માનવામાં આવે છે. આનાથી મોં અને પેટ સંબંધિત રોગોનો ઈલાજ કરી શકાય છે. જો કે, તેને લગતા ઉપાયોને યોગ્ય રીતે અપનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સોપારીની મદદથી શરીરની કઈ કઈ સમસ્યાઓ દૂર કરી શકાય છે.

મોઢાના ચાંદા
મોઢાના ચાંદા વખતે સોપારીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. તમે સોપારી, નારિયેળ અને સૂકા આદુનો ઉકાળો બનાવીને ગાર્ગલ્સ બનાવી શકો છો. તેનાથી તમને ઘણી રાહત મળશે. અલ્સર વખતે સોપારીને મોંમાં થોડો સમય રાખવાથી પણ રાહત મળે છે. આટલું જ નહીં, સોપારી અને એલચીને બાળી લો અને તેનો પાવડર મધમાં મિક્સ કરો. આ પેસ્ટને અલ્સર પર લગાવવાથી પણ આરામ મળશે.

પેટના કીડા
પેટમાં કૃમિ હોવાને કારણે શરીરના વિકાસમાં સમસ્યા થાય છે. પેટના કીડા દૂર કરવા માટે સોપારીનો ઉકાળો પીવો જોઈએ. આટલું જ નહીં, સોપારીના ફળનો રસ પીવાથી પેટમાં રહેલા કૃમિ પણ દૂર થાય છે. અઠવાડિયામાં એકવાર સોપારીનો ઉકાળો અથવા તેના ફળોનો રસ પીવો.

ઉલટી
કહેવાય છે કે સોપારી ઉલ્ટી બંધ કરી શકે છે. આ માટે સોપારી, હળદર અને ખાંડ ભેળવીને ખાવાથી ઉલ્ટી બંધ થાય છે. ઉલ્ટી રોકવા માટે તમે બીજી રીતે સોપારી ખાઈ શકો છો. બળી ગયેલી સોપારીનો પાઉડર પાણીમાં નાખો અને તેમાં લીમડાની છાલ ગરમ કરો. હવે આ પાણી પી લો. તેનાથી ઉલ્ટી પણ બંધ થઈ શકે છે.

દાંતના દુઃખાવા
જો કે લવિંગને દાંતના દુખાવા માટે શ્રેષ્ઠ ઘટક માનવામાં આવે છે, પરંતુ સોપારીનો ઉપયોગ તેનાથી રાહત મેળવવા માટે કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે બળી ગયેલી સોપારીના પાઉડરમાં ભેળવીને દાંત પર ઘસો. જો તમે ઈચ્છો તો સોપારીનો પાવડર સીધો દાંત પર લગાવી શકો છો. તેનાથી તમને ઘણી રાહત પણ મળશે.

Health : અસ્થમાની બીમારીમાં આ એક સૂકો મેવો ખાવાથી થશે ફાયદો

Women Health : પિરિયડ દરમ્યાન વજન વધવા પાછળના શું છે કારણો ?

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Tv9 Gujarati

#Hashtags