GSTV

1.3M Followers

એસ.ટી.નિગમનાં કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી, મોંઘવારી ભથ્થાને લઇને કરી આ માંગ

23 Jan 2022.08:19 AM

Last Updated on January 23, 2022 by Dhruv Brahmbhatt

એસ.ટી.નિગમના કર્મચારીઓને ૧૧ ટકા મોંઘવારી ભથ્થાનો લાભ આપવામાં આવે તેવી માંગણી ગુજરાત રાજ્ય એસ.ટી.કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અન્ય બોર્ડ નિગમમાં તેનો અમલ થતા તેના કર્મચારીઓને ૨૮ ટકા લેખે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવી રહ્યું છે જ્યારે એસ.ટી.નિગમના કર્મચારીઓને ફક્ત ૧૭ ટકા લેખે જ મોંઘવારી ભથ્થું મળે છે.

આ અન્યાય મામલે રાજ્ય સરકારમાં રજૂઆત કરાઇ છે.

રાજ્યમાં ૮ હજાર જેટલી એસ.ટી.બસો દૈનિક ધોરણે ૨૫ લાખ મુસાફરોને મુસાફરીનો લાભ આપે છે. એસ.ટી.નિગમના કર્મચારીઓ સરકારના શોષણનો ભોગ બની રહ્યા છે. તેમને તેમની મહેનતનું પુરતું મહેનતાણું મળી રહ્યું ન હોવાથી લાગણી કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

આ અંગે એસ.ટી.કર્મચારી મહામંડળના જનરલ સેક્રેટરી ધીરેન્દ્રસિંહ સોલંકીના જણાવ્યા મુજબ નિગમના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા જુલાઇ ૨૦૧૯માં જાહેર કરેલ ૫ ટકા મોંઘવારી ભથ્થાની અસર નવેમ્બર-૨૦૨૧માં આપવામાં આવી હતી. જેનું એરિયર્સ ચુકવાયું નથી. જ્યારે રાજ્ય સરકાર દ્વારા જુલાઇ-૨૦૨૧ માં જાહેર કરેલ ૧૧ ટકા મોંઘવારી ભથ્થાની અસર રાજ્ય સરકારના કર્મચારીઓ અને અન્ય બોર્ડ-નિગમના કર્મચારીઓને અપાઇ છે પરંતું એસ.ટી. નિગમના કર્મચારીઓને તેનાથી વંચિત રાખવામાં આવ્યાં છે.

કર્મચારી યુનિયનોની રજૂઆતને પગલે નિગમ દ્વારા આ અંગે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી દેવાઇ છે પરંતુ સરકાર દ્વારા ૧૧ ટકા મોંઘવારી ભથ્થાનો લાભ આજ દિન સુધી આપવામાં આવ્યો નથી. કર્મચારીઓ આ મામલે વર્ષોથી લડી રહ્યા છે , અન્યાયના મૃદ્દે નાછુટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચિમકી કર્મચારીઓએ આપી છે. ગાંધીનગરમાં લેખિતમાં રજુઆત કરી દેવાઇ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags