VTV News

1.2M Followers

મળશે રાહત / શિયાળામાં સાંધામાં દુ:ખાવાને ઈગનોર ન કરતાં, ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

26 Jan 2022.3:22 PM

  • શિયાળાની સિઝનમાં સાંધાનો દુ:ખાવો બને છે માથાનો દુ:ખાવો
  • આ ચીજ વસ્તુઓનું સેવન કરશો તો મળશે મોટી રાહત
  • તમે તમારા ડાયટમાં આજે જ સામેલ કરો આ ખાદ્ય વસ્તુઓ

સાંધાના દુ:ખાવામાંથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય

આ બધી ચીજ વસ્તુઓના ઉપયોગથી તમને થોડા સમય માટે રાહત મળી શકે છે.

જેની અસર સમાપ્ત થતાં દુ:ખાવો ફરીથી થવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને ઈચ્છો છો કે સાંધાનો દુ:ખાવો શિયાળામાં વધુ તકલીફ ના આપે. તો એવામાં તમે કેટલીક ઘરેલુ ચીજ વસ્તુઓને અપનાવીને આ મુશ્કેલીને દૂર કરી શકો છો. જાણો સાંધાના દુ:ખાવાની સમસ્યાને દૂર કરવા માટે કઈકઈ ચીજ વસ્તુઓની મદદ લઇ શકાય છે.

લસણ

જો તમે જોઈન્ટ પેઇનની સમસ્યાથી પરેશાન છો તો લસણ તેમાં સારી રાહત આપી શકે છે. જેમાં વિટામિન એ,બી,સી, આયરન અને સલ્ફ્યુરિક એસિડ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે સાંધાના દુ:ખાવાથી આરામ આપવામાં મદદ કરે છે.

હળદરવાળુ દૂધ

સાંધાના દુ:ખાવામાં આરામ અપાવવામાં હળદરવાળું દૂધ ખૂબ ગુણકારી છે. જેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે તમને જોઈન્ટ પેઇનની સાથે શરીરના દુ:ખાવામાં રાહત આપવામાં મદદગાર સાબિત થાય છે.

બદામ

સાંધાના દુ:ખાવાથી પીડિત વ્યક્તિને બદામને દરરોજ પોતાની ડાયટમાં અપનાવવી જોઈએ. જેનાથી તમને સાંધાના દુ:ખાવામાં આરામ મળશે. બદામમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે સોઝો અથવા સાંધાના દુ:ખાવાને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

પનીર

પનીરને પોતાના ડાયટમાં એડ કરવાથી સાંધાના દુ:ખાવામાં આરામ મળશે. જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન્સ અને આયરન આવે છે. જેના કારણે હાડકામાં પણ મજબૂતી આવે છે અને ઈમ્યુનિટી પણ સ્ટ્રોન્ગ થાય છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags