નવગુજરાત સમય

279k Followers

NPSને 'એક દેશ, એક પેન્શન' યોજના બનાવવા કર્મચારી સંગઠનોની રજૂઆત

28 Jan 2022.10:45 AM

કર્મચારીઓને તેમના બેઝિક વેતન અને ડીએના 10 ટકાના બદલે 50 ટકા સુધી ફાળો વધારવા મંજૂરીની માગ
એટલે જેમની નોકરીના વર્ષો ઓછા હોય તેમને નિવૃત્તિ પછી માત્ર રૂ.૫૦૦થી રૂ.૫,૦૦૦ જેટલું ઓછું પેન્શન મળે છે

એજન્સી, નવી દિલ્હી

કર્મચારી સંગઠનોએ નેશનલ પેન્શન સિસ્ટમને 'એક દેશ, એક પેન્શન' સ્કીમ બનાવવાની માંગણી કરી છે.

તેમણે સરકારને લાખો કર્મચારીઓની સામાજિક-આર્થિક સુરક્ષા નિશ્ચિત કરવા જણાવ્યું હતું. ૧૪ લાખથી વધુ કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી ધ નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ (NMOPS)એ નાણામંત્રી નિર્મલા સીતારામન તેમજ વૈયક્તિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી જિતેન્દ્ર સિંઘને પત્ર લખ્યો હતો અને તેમની માંગણીઓને ટેકો આપવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એનપીએસમાં નિવૃત્તિ પછી પેન્શન તરીકે છેલ્લી બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના ૫૦ ટકા મળવાની કોઈ ગેરંટી નથી. NMOPS દિલ્હી એકમના પ્રેસિડેન્ટ મનજીત સિંઘ પટેલ દ્વારા આ પત્ર લખાયો હતો. એટલે જેમની નોકરીના વર્ષો ઓછા હોય તેમને નિવૃત્તિ પછી માત્ર રૂ.૫૦૦થી રૂ.૫,૦૦૦ જેટલું ઓછું પેન્શન મળે છે. પત્રમાં જણાવ્યા અનુસાર જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્તિ વખતે ઓછામાં ઓછા રૂ.૯,૦૦૦ના પેન્શનની ગેરંટી આપવામાં આવતી હતી.

NMOPSએ મંત્રીઓને એનપીએસ સિસ્ટમને કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના એકમોમાં સક્રિય જુદાજુદા પ્રકારના કર્મચારીઓ માટે પેન્શનનું યુનિવર્સલ પ્લેટફોર્મ બનાવવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પેન્શન સ્કીમને 'એક દેશ, એક રેશન કાર્ડ'ની જેમ તૈયાર કરવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનપીએસ કર્મચારીઓને તેમના બેઝિક વેતન અને ડીએના 10 ટકાના બદલે 50 ટકા સુધી ફાળો વધારવાની મંજૂરી મળવી જોઈએ. પટેલે જણાવ્યું હતું કે, 'અમે અમારી માંગણીઓ અનુસાર NPSમાં ફેરફાર કરવા માંગીએ છીએ અને તેને તમામ કેટેગરીના કર્મચારીઓ માટે એક જ સ્કીમ બનાવવા ઇચ્છીએ છીએ. જેથી તે 'એક રાષ્ટ્ર, એક પેન્શન' સ્કીમની જેમ કામ કરી શકે.'

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: Navgujarat Samay

#Hashtags