GSTV

1.3M Followers

Changes From 1st February : હવે 1લી ફેબ્રુઆરીથી બદલાઇ જશે આ નિયમો, સીધી તમારા ખિસ્સા પર પડશે મોટી અસર

30 Jan 2022.09:25 AM

Last Updated on January 30, 2022 by Dhruv Brahmbhatt

નવા વર્ષ 2022નો પ્રથમ માસ એટલે કે જાન્યુઆરી મહીનો હવે પૂર્ણ થવાનો છે. ત્યારે હવે આગામી મહીને એટલે કે ફેબ્રુઆરીનાં પ્રથમ દિવસે અનેક ફેરફારો થવા જઇ રહ્યાં છે. એટલે કે 1 ફેબ્રુઆરીનાં રોજ નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ (Budget 2022-23) રજૂ કરશે. જેનાંથી દેશની અર્થવ્યવસ્થામાં પણ ઘણો ફેરફાર થશે.

બજેટ સિવાય પણ 1 ફેબ્રુઆરીથી અનેક મહત્વનાં ફેરફાર થવાના છે. ત્યારે આ ફેરફારની સીધી અસર હવે તમારા ખિસ્સા પર પડશે.

SBI કરી રહી છે મોટા ફેરફારો!

દેશની સૌથી પ્રથમ જાહેર ક્ષેત્રની બેંક SBI પૈસા ટ્રાન્સફર કરવાના નિયમોમાં મહત્વનો ફેરફાર કરી રહી છે. હવે બેંક IMPS દ્વારા રૂ. 2 લાખથી રૂ. 5 લાખ વચ્ચેના નાણાં ટ્રાન્સફર કરવા માટે રૂ. 20 + પ્લસ GST ​​ચાર્જ વસૂલશે. એટલે કે હવે પૈસા ટ્રાન્સફર કરવા તમારા માટે મોંઘુ પડશે. નોંધપાત્ર રીતે, ઓક્ટોબર 2021 માં, આરબીઆઈએ IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનની રકમ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી. રિઝર્વ બેંકે પણ IMPS દ્વારા ટ્રાન્ઝેક્શનની મર્યાદા એક દિવસમાં 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.

બેન્ક ઓફ બરોડાનાં નિયમમાં પણ થશે ફેરફાર

1લી ફેબ્રુઆરીથી થઈ રહેલાં નવા ફેરફારોમાં બેંક ઓફ બરોડાનાં ચેક ક્લિયરન્સનાં નિયમમાં પણ ફેરફાર થશે. હવે 1 ફેબ્રુઆરીથી બેંક ઓફ બરોડાનાં ગ્રાહકોએ ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમનું પાલન કરવું પડશે. એટલે કે હવે ચેક સંબંધિત માહિતી મોકલવાની રહેશે અને તો જ તમારો ચેક ક્લિયર થશે. તમને જણાવી દઈએ કે આ ફેરફારો 10 લાખ રૂપિયાથી વધુનાં ચેક ક્લિયરન્સ માટે છે.

PNBએ દાખવી કડકાઈ

પંજાબ નેશનલ બેંક (PNB) નાં બદલાતા નિયમોની સીધી અસર પણ હવે તમારા ખિસ્સા પર પડશે. એટલે કે હવે જો તમારા એકાઉન્ટમાં પૈસા ન હોવાનાં કારણે હપ્તો અથવા રોકાણ નિષ્ફળ જાય છે, તો તમારે 250 રૂપિયાનો દંડ ભરવો પડશે. અત્યાર સુધી આ દંડ 100 રૂપિયા હતો. એટલે કે હવે તમારે તેની માટે વધુ રકમ ચૂકવવી પડશે.

નવા નાણાંકીય વર્ષનું બજેટ રજૂ થશે

1લી ફેબ્રુઆરીએ નાણાંમંત્રી નિર્મલા સીતારમન (Nirmala Sitharaman) સામાન્ય બજેટ રજૂ કરશે. જેમાં ડાયરેક્ટર અને ઇનડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થઈ શકે છે. કોરોનાનાં કારણે મંદ પડેલી અર્થવ્યવસ્થા વચ્ચે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 5 રાજ્યોની ચૂંટણી પણ નજીક આવી રહી છે આથી એવું માનવામાં આવી રહ્યું છે કે, સરકાર આ બજેટમાં મહત્વનાં નિર્ણયો લઈ શકે છે.

ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ થઇ શકે છે ફેરફાર

મહત્વનું છે કે, LPG ની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ત્યારે આ વખતે જોવાનું એ રહેશે કે 1લી ફેબ્રુઆરીએ સિલિન્ડરનાં ભાવ પર શું અસર થાય છે. જો ભાવ વધે કે ઘટે પરંતુ તેની અસર જનતાનાં ખિસ્સા પર તો ચોક્કસ પડશે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags