GSTV

1.4M Followers

LPG Cylinder Price : બજેટ પહેલાં એલપીજીનાં નવા ભાવને લઇ સૌથી મોટા સમાચાર, જાણો શું હશે તમારા શહેરમાં સિલિન્ડરની કિંમત?

01 Feb 2022.09:30 AM

દર મહિનાની પહેલી તારીખે સરકારી ઓઇલ કંપનીઓ એલપીજી (LPG) નાં ભાવની સમીક્ષા કરે છે. ત્યારે સારી બાબત એ છે કે, 1 ફેબ્રુઆરી, 2022નાં રોજ આજે રજૂ થનાર દેશનાં સામાન્ય બજેટ પહેલાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. સામાન્ય લોકો માટે આ રાહતના સમાચાર છે. ઘરેલું 14.2 KG સિલિન્ડર તેમજ 19 KG કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

માહિતી અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડી વિનાના ઘરેલુ સિલિન્ડરનો દર 899.50 રૂપિયા રહેશે. આ સાથે કોલકાતાના લોકોને 926 રૂપિયામાં 14.2 કિલોનો ઘરેલું LPG સિલિન્ડર મળશે. મુંબઈમાં પણ દિલ્હીનો દર યથાવત રહેશે, જ્યારે ચેન્નાઈમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 915.50 રૂપિયા રહેશે.

સરકારે આ નિર્ણય પાંચ રાજ્યોની ચૂંટણીને ધ્યાને રાખીને લીધો

તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો સતત વધી રહી છે.

આમ છતાં દેશમાં ન તો પેટ્રોલ-ડીઝલ મોંઘું કરવામાં આવી રહ્યું છે અને ન તો એલપીજીના ભાવમાં વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે સરકારે આ નિર્ણય પાંચ રાજ્યો (યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર) માં વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને લીધો છે. અગાઉ 6 ઓક્ટોબરે એલપીજીની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે, તેલ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે સમીક્ષા કરે છે, પરંતુ નવેમ્બર 2021, ડિસેમ્બર 2021, જાન્યુઆરી 2022 અને હવે ફેબ્રુઆરી 2022માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

  • દિલ્હીઃ 899.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર
  • કોલકાતા: 926 રૂપિયા પ્રતિ સિલિન્ડર
  • મુંબઈઃ 899.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર
  • ચેન્નાઈ: 915.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર

અગાઉ, સપ્ટેમ્બર 2021 થી જાન્યુઆરી 2022 વચ્ચે એલપીજી ઘરેલું સિલિન્ડર માત્ર 15 રૂપિયા મોંઘો થયો હતો. 1લી સપ્ટેમ્બર, 2021 નાં રોજ દિલ્હીમાં સબસિડી વિનાના 14.2 કિલોનાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા હતી, જે 6 ઑક્ટોબરે તે 15 રૂપિયા વધીને 899.50 રૂપિયા થઈ ગઈ. 6 ઓક્ટોબર પછી તેમાં કોઈ જ ફેરફાર થયો નથી. જો કે આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

અહીં ચેક કરો LPGની કિંમત

એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે સરકારી ઓઈલ કંપની IOC ની વેબસાઈટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહીને નવા ભાવ રજૂ કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરનાં ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: GSTV

#Hashtags