VTV News

1.2M Followers

Budget 2022 / બજેટમાં જાણો શું સસ્તુ થયું શું મોંઘુ? મિડલ ક્લાસ માટે સૌથી મોટી ખુશખબર

01 Feb 2022.2:35 PM

  • 2022-23 ના સામાન્ય બજેટમાં ઘણી વસ્તુ પર રાહત મળી
  • બજેટમાં ખેતીના સામાન અને મોબાઈલ ફોન સસ્તા થયા
  • ઈમિટેશન જ્વેલરી મોંઘી થઈ

મંગળવારે દેશનું સામાન્ય બજેટ 2022-23 રજૂ કરવામાં આવ્યું. કોરોનાની ત્રીજી લહેર અને મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલા લોકોને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી.


કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો

રોજિંદા વસ્તુઓને લઇને લોકોની ખાસ નજર રહે છે. 2022-23 ના સામાન્ય બજેટમાં ઘણી પ્રોડક્ટ પર સામાન્ય લોકોને રાહત પણ મળી છે. આવો જાણીએ શું મોંઘુ થયું છે અને કઇ પ્રોડક્ટ પર રાહત મળી છે.

આ વસ્તુઓ સસ્તી થઈ

-ખેતીના સામાન અને મોબાઈલ ફોન તથા ચાર્જર થશે સસ્તા
- હીરા અને રત્નો પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરાઇ
- કપડાં અને વિદેશથી આવતા મશીનો થશે સસ્તી
- ચામડાની વસ્તુઓ થશે સસ્તી
- જૂતાં ચપ્પલ અને હીરાના ઘરેણાં થશે સસ્તા
- સ્ટીલ સ્ક્રેપ અને મેંથા ઓઈલ સસ્તું થયું
- ટ્રાન્સફોર્મર સસ્તુ થયું

આ વસ્તુઓ થઈ મોંઘી

- કેપિટલ ગુડ્સ પર આયાત ડ્યુટીમાંથી મુક્તિ દૂર કરીને 7.5 ટકા લાદવામાં આવી છે.
- ઈમિટેશન જ્વેલરી મોંઘી થશે
- વિદેશી છત્રીઓ

પાછલા બજેટમાં શું સસ્તું હતું અને શું મોંઘુ ?

કોટન, સિલ્ક, પ્લાસ્ટિક, લેધર, ઈલેક્ટ્રોનિક્સ આઈટમો, ઓટો પાર્ટસ, સોલાર પ્રોડક્ટ્સ, મોબાઈલ ચાર્જર, ઈમ્પોર્ટેડ કપડા, જેમ્સ, એલઈડી બલ્બ, ફ્રીજ/એસી અને દારૂ મોંઘો થયો છે. બીજી તરફ નાયલોનના કપડાં, લોખંડ, સ્ટીલ, તાંબાની વસ્તુઓ, સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી વસ્તુઓ સસ્તી થઈ છે.

Disclaimer

Disclaimer

This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt Publisher: VTV Gujarati

#Hashtags